પાદરગઢ ગામે ખેતીકામ કરતી ગુંદરણાની કિશોરી પર વીજળી ત્રાટકતા મોત નિપજયું

  • August 23, 2024 03:44 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભાવનગર શહેર સહિત જિલ્લામાં છેલ્લા ત્રણ -ચાર દિવસથી વરસાદી માહોલ છવાયો છે. અને ગાજવીજ સાથે છુટાછવાયા સ્થળોએ વરસાદ વરસી રહ્યો છે. દરમ્યાન ગઈકાલે બપોર બાદ જિલ્લાના તળાજા તાલુકાના પાદરગઢ ગામે વરસાદી માહોલ સાથે ભારે પવન ફૂંકાવાની સાથે ગાજવીજ થઇ હતી. જે દરમ્યાન ખેતરમાં કામ કરી રહેલી મહુવા તાલુકાના ગુંદરણા ગામની કિશોરી પર વગર વરસાદે અચાનક આકાશી વીજળી ત્રાટકતા તેનું મોત નીપજ્યું હતું. ઘટનાથી શોક સાથે અરેરાટી પ્રસરી હતી.
મહુવા તાલુકાના ગુંદરણાના વતની અને તળાજા તાલુકાના પાદરગઢ ગામે વાડીમાં ભાગ રાખીને રહેવા માટે ગયેલ હતા ત્યારે ગઈકાલે બપોરે વીજળીના કડાકા ભડાકા સાથે વીજળીના ચમકારા થતા હતા. તે વેળાએ પાદરગઢ ગામે ખેતી કામ કરતા હતા ત્યારે અચાનક વૈશાલીબેન નાથાભાઈ ઝંઝવાડીયા ( ઉ. વ.૧૫) ઉપર અચાનક વીજળી પડતા વૈશાલીબેનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ત્યારબાદ તુરંત તેમણે નજીકની ૧૦૮ મારફ્તે તળાજા ની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ત્યાં ડોક્ટરે મૃત જાહેર કરતા તળાજા ખાતે પોસ્ટ મોર્ટમ થયા બાદ ત્યારબાદ કિશોરીના મૃતદેહને પાદરગઢ ગામે લાવીને અંતિમ વિધિ કરવામાં આવી હતી.  આ બનાવથી આજુબાજુના વિસ્તારમાં શોક સાથે અરેરાટી પ્રસરી હતી. સાથે વગર વરસાદે આકાશી વીજળીએ કિશોરીનો ભોગ લેતા લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application