રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મવડી વોર્ડ નં.12માં આજરોજ યોજાયેલા મેયર તમારે લોક દરબારમાં વિપક્ષ કોંગ્રેસના પૂર્વ નગરસેવકો અને શાસક પક્ષ ભાજપ્ના વર્તમાન નગરસેવકો આમને સામને આવી જતા ભારે રાજકીય આક્ષેપબાજી થઇ હતી તેમજ શાબ્દિક તડાફડી બોલી ગઇ હતી. વિપક્ષના પૂર્વ કોર્પોરેટર સંજય અજુડિયાએ એવો આક્ષેપ કર્યો હતો કે લોકદરબારમાં રજુઆત કરવા આવેલા મહિલા અરજદારને કોર્પોરેટર પ્રદીપ ડવએ હવે તમે બેસી જાવ તેમ કહીને તેમનો પ્રશ્ન પૂર્ણ થાય તે પહેલાં દબાણપૂર્વક બેસી જવા ફરજ પાડી હતી અને આવું અનેક અરજદારો સાથે કર્યું હતું. જ્યારે વાવડીના કોંગી અગ્રણી કનકસિંહ જાડેજાએ પેન્ડિંગ ટીપી સ્કિમો અંગે સવાલ ઉઠાવી જણાવ્યું હતું કે મવડીની જૂની ટીપી સ્કિમ 30 વર્ષે પણ મંજુર થઇ નથી અને હજુ તાજેતરમાં જ બની સ્કિમો મંજુર થઇ છે તો આવું કેવી રીતે સંભવ બને ? તે સહિતના સવાલો તેમણે ઉઠાવ્યા હતા. જ્યારે સામા પક્ષે પૂર્વ મેયર અને વર્તમાન કોર્પોરેટર પ્રદીપ ડવએ એવો પ્રતિ આક્ષેપ કર્યો હતો કે કોંગ્રેસનો વિરોધ પ્રિ-પ્લાન હોય છે, કોઇ પણ વોર્ડમાં લોક દરબારમાં પહોંચી તેઓ ફક્ત વિરોધ જ કરે છે તેમને લોકપ્રશ્નોમાં કે પ્રશ્નો ઉકેલાય તેમાં કોઇ રસ હોતો નથી.
વોર્ડ નં.12માં યોજાયેલ મેયર તમારા દ્વારે લોક દરબારમાં વાવડી વિસ્તારમાં માઠા પ્રસંગે નાહવા માટેના બાથરૂમ બનાવવા, વાવડી વિસ્તારમાં નવા સ્મશાન માટે જગ્યા ફાળવવા, વોર્ડ નં.12 નાગરિકો દ્વારા ગાર્બેજ કલેક્શન બાબત, વાવડીમાં નવું બસ સ્ટેન્ડ બનાવવા બાબત, કાંગશીયાળી મેઈન રોડ બનાવવા માટે, સંસ્કાર સોસાયટી પાસે વરસાદી પાણીના નિકાલ માટે વ્યવસ્થા કરવા બાબત, રોડ ખુલ્લો કરવા બાબત, વાવડી ઇન્ડસ્ટ્રીઝમાં રોડ બનાવવા બાબત, રસુલપરામાં પેવિંગ બ્લોક નાખવા બાબત, શ્રીનાથજી શેરી નં.14માં ભૂગર્ભ ગટર ઓવરફ્લો બાબત, વરસાદી પાણી ભરાવા બાબત, ગાયત્રી પાર્ક શેરી નં.5માં ગટર ઓવરફ્લો બાબત, ગોકુલધામ અને દ્વારિકાધીશ વિસ્તારમાં ટ્રાફિક બાબત, દ્વારિકાધીશ વિસ્તારમાં રોડ રસ્તા બનાવવા અને લારીઓનું દબાણ દૂર કરવા બાબત, મવડી ચોકડીએ વરસાદી પાણીનો નિકાલ કરવા બાબત, આસ્થા સોસાયટી પાછળ રોડ પહોળો કરવા બાબત, વોર્ડ નં.12માં નવી વોર્ડ ઓફીસ બનાવવા બાબત, વાવડી વિસ્તારમાં 80 ફૂટ રોડ બનાવવા બાબત, વાવડી વિસ્તારમાં આવેલ નદીમાં નિયમિત સફાઈ કરવા બાબત, નંદનવન સોસાયટીમાં આવેલ સ્ટ્રીટલાઈટ શરૂ કરવા બાબત, ઝાડનું ટ્રીમિંગ કરવા બાબત, કોમન પ્લોટમાં બાળકોના રમત-ગમતની વ્યવસ્થા કરી આપવા બાબત, વાવડી વિસ્તારમાં ઇન્ડસ્ટ્રીઝનું પાણી રેસિડેન્ટ વિસ્તારમાં આવે છે વગેરે મુખ્ય બાબતોના પ્રશ્નો અને રજુઆતો રજુ થયેલ. આ લોક દરબારની શરૂઆતમાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દ્વારા કાર્યક્રમ સ્થળની બાજુમાં ચાલતું ગેરકાયદેસર બાંધકામ અટકાવવા લગત અધિકારીને સૂચના આપી હતી. આ મુજબ લોકદરબારમાં કુલ 46 પ્રશ્નો રજૂ થયા હતા.
ઉપરોક્ત લોક દરબાર કાર્યક્રમના અધ્યક્ષસ્થાને મેયર રહ્યા હતા, તદઉપરાંત શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ, શાસકપક્ષ દંડક મનિષભાઈ રાડીયા, વોર્ડ નં.12ના કોર્પોરેટર અને એસ્ટેટ મેનેજમેન્ટ સમિતિ ચેરમેન મગનભાઈ સોરઠીયા, કોપોરેટર અને પૂર્વ મેયર ડો.પ્રદીપ ડવ, કોર્પોરેટર મિતલબેન લાઠીયા, અસ્મિતાબેન દેલવાડિયા, શહેર ભાજપ ઉપપ્રમુખ રાજદીપસિંહ જાડેજા, પૂર્વ કોર્પોરેટર જે.ડી.ડાંગર, નાયબ મ્યુનિસિપલ કમિશનર ચેતન નંદાણી, સહાયક કમિશનર સમીર ધડુક, સીટી એન્જીનીયર કુંતેશ મહેતા, એંક્રોચમેન્ટ ઓફિસર પરબત બારીયા, આરોગ્ય અધિકારી ડો.જયેશ વકાણી, આર.સી.એચ.ઓ. ડો.લલિત વાજા, પયર્વિરણ ઈજનેર નિલેશ પરમાર, નાયબ પયર્વિરણ ઈજનેર દિગ્વિજયસિંહ તુવર, વોર્ડ નં.12ના વોર્ડ એન્જીનિયર અમિત ડાભી, રોશની શાખાના ડેપ્યુટી એન્જી. રાજેશ જલુ, એ.ટી.પી. શૈલેષ સીતાપરા, વોર્ડ નં.12ના વોર્ડ ઓફિસર નીરજ રાજ્યગુરુ, અન્ય કર્મચારીઓ, વોર્ડ નં.12ના પ્રભારી જયદીપભાઈ કાચા, પ્રમુખ યોગેન્દ્રસિંહ જાડેજા, મહામંત્રી ધીરજભાઈ મૂંગરા, જયેશભાઈ પંડ્યા, વોર્ડ નં.12નાં પૂર્વ પ્રમુખ યોગરાજસિંહ જાડેજા, અગ્રણી મૌલિકભાઈ દેલવાડીયા, ચેતનભાઈ લાઠીયા તથા વોર્ડ નં.12ના નાગરીકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
કાલે સવારે વોર્ડ નં.13માં લોક દરબાર
આવતીકાલે સવારે 9 થી 11 દરમ્યાન વોર્ડ નં.13માં શ્રીમતી સરોજીની નાયડુ ગર્લ્સ હાઇસ્કૂલ, શાળા નં.69 કેમ્પસ, અંબાજી કડવા પ્લોટ, આનંદ બંગલા ચોક પાસે, રાજકોટ ખાતે મેયર તમારા દ્વારે લોક દરબાર કાર્યક્રમ યોજાશે. મેયરને ગાંધીનગર જવાનું થતા તેઓ હાજર રહી શકશે નહીં, અન્ય પદાધિકારીઓ પ્રશ્નો સાંભળશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆ વકફ બોર્ડ છે કે જમીન માફિયાઓનું બોર્ડ... અમે કુંભની જમીન પર કોઈને કબજો નહીં થવા દઈએ: સીએમ યોગી
January 27, 2025 05:36 PMશું ગંગામાં ડૂબકી લગાવવાથી ગરીબી દૂર થશે? અમિત શાહના મહાકુંભ સ્નાન પછી ખડગેનો કટાક્ષ
January 27, 2025 05:12 PM‘ગેમ ચેન્જર’ જસપ્રીત બુમરાહે ઇતિહાસ રચ્યો, ICC એવોર્ડ જીતનાર પ્રથમ ભારતીય ફાસ્ટ બોલર બન્યો
January 27, 2025 04:50 PMનવા અભ્યાસ મુજબ મિડલ ચાઇલ્ડ હોય છે વધુ પ્રામાણિક, નમ્ર અને સહયોગી
January 27, 2025 04:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech