કેશોદમાં લગ્ન બાદ દાગીના સાથે રક્ષાબંધન કરવા ગયેલી મહારાષ્ટ્રની યુવતી પરત આવતી નથી

  • February 07, 2024 12:43 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કેશોદમાં લગ્ન કર્યા બાદ રક્ષાબંધન કરવાના બહાને પરપ્રાંતીય યુવતી ઘરેણા, મોબાઈલ, કપડા લઈ રફુ ચક્કર થઈ જતા યુવકે યુવતી સહિત સાત સામે ૩.૧ લાખની રકમ ઓળવી જઈ વિશ્વાસઘાત છેતરપિંડી અંગે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 
કેશોદમાં પ્રજાપતિ સોસાયટી રોયલ એપાર્ટમેન્ટમાં રહેતા દુર્ગેશ મનહરલાલ ધામેચા ને કેશોદના ઘનશ્યામભાઈ નેભવાણી, યુવકના ભાઈ રૂપેશ ધામેચાએ દુર્ગેશને લગ્ન કરાવી આપવાની વાત કરતા ત્યારબાદ નાગપુર મહારાષ્ટ્ર ખાતે લઈ જઈ મનીષ રામેશરાવ વારજુકર, પ્રીતિબેન મનીષભાઈ વારજુકર, લલીતા એકનાથ ભાસ્કરે, સુરજભાઈ ચૈતપુણે, અર્ચનાબેન સુરેશભાઈ ચૈતપુણે સાથે સંપર્ક કરાવી યુવકના  નાગપુરની લલિતા ભાસ્કરે નામની યુવતી સાથે સગાઈ અને લગ્ન કરાવી આપ્યા હતા ત્યારબાદ ઘનશ્યામભાઈ, રૂપેશભાઈ, મનીષભાઈ, પ્રીતિબેન, લલિતા અને સુરજભાઈ એ યુવક પાસેથી રોકડ તથા ઓનલાઇન ટ્રાન્ઝેક્શન દ્વારા ૨.૫૦ લાખ મેળવી અને પત્ની લલીતા ભાસ્કરે ૧૯,૦૦૦ કીમતી મોબાઈલ, ૨૨,૪૨૦ના ઘરેણા અને ૯,૮૧૫ની રકમના કપડા લેવડાવ્યા હતા. લગ્ન થયા બાદ ૧ ઓગસ્ટ ૨૩ના પત્ની લલીતા ભાસ્કરે  રક્ષાબંધન તહેવાર કરવા જવાનું કહી ખરીદી કરેલ અડધો લાખથી વધુ નો મુદ્દામાલ લઈ ગઈ હતી અને છ માસથી વધુ સમય થયો છતાં પત્ની  ઘરે પરત ન આવતા રાહ જોયા બાદ પણ યુવતી પરત ન આવતા યુવક લગ્ન કરી છેતરાયો હોવાનું માલુમ પડતા અને પરપ્રાંતીય યુવતી નાસી ગયા અંગે ના બનાવમાં યુવકે ૩.૧ લાખની વિશ્વાસઘાત છેતરપિંડી કર્યા અંગે ત્રણ મહિલા સહિત સાત સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનહો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application