કાલાવડમાં લોજમાં જમવા ગયેલા મામા-ભાણેજને માર માર્યો

  • August 26, 2023 01:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દાંત કાઢવા જેવી સામાન્ય બાબતમાં બે શખ્સ વિફર્યા

કાલાવડ ટાઉન ખાતે આવેલ ઢોકરીયા લોજ ખાતે જમવા ગયેલા મામા-ભાણેજ હસી મજાક કરતા હોય એ વેળાએ ત્યાં બેઠેલા શખ્સે ઉશ્કેરાઇને ઢીકાપાટુ અને ફડાકા ઝીંકી દઇ ઉપરાંત મારી નાખવાની ધમકી દીધી હતી, બનાવ અંગે બે શખ્સ સામે ફરીયાદ કરવામાં આવી છે.
રાજકોટના જીવરાજપાર્ક અંબીકા ટાઉનશીપ ખાતે આદર્શ ડ્રીમ ફલેટ ડી-૫૦૩ ખાતે રહેતા વેપારી અનિલભાઇ દામજીભાઇ દોંગા (ઉ.વ.૩૫)એ ગઇકાલે કાલાવડ ટાઉન પોલીસમાં કાલાવડના જયેશ વાઘાણી તથા એક અજાણ્યો શખ્સ જેને શરીરે મહેદી કલર જેવો શર્ટ પહેરેલ હતો આ બંનેની વિરુઘ્ધ જુદી જુદી કલમો મુજબ ફરીયાદ નોંધાવી છે.
ગત તા. ૧૦ના બપોરના ૧-૩૦ થી ૨ વાગ્યાના અરસામાં અનિલભાઇ તથા તેના ભાણેજ વિરેન માધાણી આ બંને કાલાવડ ખાતે આવેલ ઢોકરીયા લોજમાં જમવા માટે ગયા હતા અને હસી મજાક કરતા હતા ત્યારે દાંત કાઢવા બાબતે આરોપી જયેશે એકદમ ઉશ્કેરાઇ જઇ ફરીયાદી પાસે આવીને બે-ત્રણ ઝાપટો ઝીંકી દીધી હતી.
ઉપરાંત લોજમાંથી નીચે જાહેર રસ્તા પર લઇ જઇને અજાણ્યા શખ્સે અનિલભાઇને પાછળથી પકડી જયેશે ઝાપટો અને ઢીકાપાટુનો માર મારી અપશબ્દો બોલ્યા હતા તેમજ વિરેનને પણ ઝાપટો અને ઢીકાપાટુનો માર મારીને જતા જતા આરોપીએ ખટારો માથે ચડાવી દઇ જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી બંને આરોપીઓએ એકબીજાને મદદગારી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application