જૂનાગઢમાં વ્યાજખોરોએ માઝા મૂકી દુકાનનો સામાન વાહનમાં ભરી ગયા

  • July 15, 2024 03:57 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જૂનાગઢમાં વ્યાજખોરોએ પઠાણી ઉઘરાણી કરી યુવાન પાસેી બાઈક કેમેરો અને લેપટોપ પડાવી લીધાની ફરિયાદ નોંાધઈ હતી. 
જૂનાગઢમાં જોષીપરા વિસ્તારમાં રહેતા યુવાને વ્યાજે લીધેલા પૈસાની ઉઘરાણી કરી બે વ્યાજખોરો એ તેના બાઇક, લેપટોપ કેમેરા પડાવી લીધો હતો અને ત્યારબાદ દુકાનનો માલ સામાન લઈ પૈસા ન આપે તો મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાતા પોલીસે વધુ કાર્યવાહી હા ધરી છે. 


જોષીપરા સાંતેશ્વર વિસ્તારમાં રહેતા અને ઝાંઝરડા ચોકડી નજીક ભાડેી પાન અને કોલ્ડ્રીંક્સ ની દુકાન ધરાવતા ભૌતિક પટાટ છ મહિના પહેલા ધંધા માટે વિશાલ ભીંભા પાસેી ૪.૫ ટકા વ્યાજે ચાર લાખ રૂપિયા લીધા હતા. જેના દર મહિને ૧૮ હજાર વ્યાજ ચૂકવવામાં આવતો હતો. જે પૈકી ૯૦ હજાર ની રકમ આપી દીધી હતી. ગયા મહિને ભૌતિકી વ્યાજના રૂપિયા આપવામાં પહોંચાયું ન હતું તેી વિશાલ અને પ્રદિપસિંહ વાઘેલાએ ભૌતિક પાસે જઈ બાઈક તેમજ બે લાખની કિંમતનો કેમેરો બળજબરી પૂર્વક લઈ લીધો હતો અને પૈસા ન આપે તો મારી નાખવાની પણ ધમકી આપી હતી. ત્યારબાદ લેપટોપ લઈ ગયા હતા અને બાકીના વ્યાજ સહિતના રૂપિયા આપી દેજે નહીંતર દુકાનનો સામાન ભરી જઈશું તેવી ચીમકીી વિશાલ ભીંભા અને પ્રદીપસિંહ વાઘેલાએ ભૌતિક ની દુકાને જઈ તેનો સામાન ભરી ગયા હતા. આ અંગે ભૌતિકે બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ કાર્યવાહી હા ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application