જૂનાગઢમાં પ્રાણ પ્રશ્નો મામલે ધારાસભ્ય બાદ કોંગ્રેસ મેદાને

  • September 19, 2024 11:06 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જૂનાગઢ શહેર કોંગ્રેસ દ્રારા ખખડધજ રસ્તા, ગટર, દૂષિત અને અનિયમિત પાણી સહિતના મુદ્દે શહેરીજનોની મુશ્કેલીને વાચા આપવા કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી. આવેદનપત્રમાં કોંગ્રેસ દ્રારા વિવિધ વિસ્તારોમાંથી ખખડધજ રસ્તાઓની યાદી એકત્ર કરી તંત્રને તહેવારો પૂર્વે તમામ રસ્તાઓ સમારકામ થઈ જાય તેવી રજૂઆત કરી હતી.ભૂગર્ભ ગટર, પાણી અને ગેસની લાઈન નાખવા રસ્તાઓ આડેધડ તોડવામાં આવી રહ્યા છે. વરસાદ બાદ પણ શહેરના અનેક રસ્તાઓમાં ભાંગફડ થઈ રહી છે. ખખડધજ રસ્તાઓથી શહેરની હાલત ગ્રામ્યથી પણ બદત્તર થઈ છે. તહેવારો પૂર્વે શહેરીજનોને સમસ્યા માંથી મુકિત મળે તે માટે કોંગ્રેસ દ્રારા ગઈકાલે કમિશનરને આયોજનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજભાઈ જોશીની આગેવાનીમાં હીરાભાઈ જોટવા, લલીતભાઈ પણસારા, વાસવાણીભાઈ સહિતના કોંગ્રેસના સભ્યો દ્રારા ડે.કમિશનર ઝાપડા સાથે મુલાકાત કરી રસ્તા, પાણી, ગટર સહિત પ્રજાને પડતી સમસ્યાઓનો નિકાલ લાવવા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આગામી દિવસોમાં નવરાત્રી અને દિવાળીના તહેવારો આવતા હોય શહેરમાં જર્જરીત રસ્તાઓથી લોકોને હાલાકી થઈ રહી છે. ત્યારે તહેવારો પૂર્વે રસ્તાઓનું સમારકામ થાય તેની માંગ કરી શહેરના ૧૪ વોર્ડના ૧૦૦ થી વધુ રસ્તાઓનું લિસ્ટ સોપ્યું હતું.આ ઉપરાંત કોંગ્રેસના જણાવ્યા મુજબ શહેરમાં વરસાદ સારો વરસી ગયો છે ડેમ પણ ઓવરલો થઈ ગયા છે છતાં પણ શહેરને એકાતરા તો કેટલાક વિસ્તારોમાં તો ૩ થી ૪ દિવસે પાણી વિતરણ થાય છે જેથી પાણી વિતરણ નિયમિત કરવા અને રોજિંદુ આપવા પણ રજૂઆત કરી હતી. વધુમાં પાણી જીવન જરી હોય જેથી શહેરમાં દૂષિત પાણી વિતરણ પણ થઈ રહ્યું હોવાથી લોકોના આરોગ્યને જોખમ ઊભું થવાની શકયતા છે. જેથી શુદ્ધ પાણી વિતરણ થાય તેવી પણ માંગ કરી હતી. ભૂગર્ભ ગટરની કામગીરી પૂર્ણ થયેલ છે ત્યાં ગુણવત્તા નિમ્ન કક્ષાની હોવાથી ફરીથી ગટરજામ થઈ જાય છે. દોલતપરા વિસ્તારમાં સીસી રોડ ગટરજામના કારણે ફરીથી તોડવો પડો જેથી પ્રજાના પૈસાનો પણ વ્યય થઈ રહ્યો છે. રસ્તો બન્યાના એક મહિનામાં જ ફરીથી તોડવો પડો અને અનેક કાર્યેામાં સુપરવાઇઝન થતું જ નથી જેથી અવારનવાર ગટરની લાઈન તૂટે છે અથવા જામ થાય છે જેથી કોન્ટ્રાકટર ની સાથે જવાબદાર એન્જિનિયરની પણ જવાબદારી ફિકસ કરી શિક્ષાત્મક કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી.

બે સપ્તાહમાં રસ્તા રિપેરિંગ કામગીરી પૂર્ણ થશે– ડેપ્યુટી કમિશનર
શહેરના રસ્તાઓ મામલે ડે.કમિશનર ઝાપડા દ્રારા જણાવ્યું હતું કે ૨૩ મુખ્ય રસ્તા તૂટેલા છે. જેમાંથી ૧૭ ગેરેન્ટી પિરિયડમાં છે જેનું કામ શ કરવામાં આવશે. ડામર થી મઢવાનું કામ શ થયું છે. ૧૫ દિવસમાં તમામ રસ્તાઓનું સમારકામ કરી કામગીરી પૂર્ણ કરવામાં આવશે

કોંગ્રેસ દ્રારા અપાયેલ ખખડધજ રસ્તાઓની યાદી
ખખડધજ રસ્તા હોવાથી શહેરની હાલત ગ્રામ્યથી પણ ખરાબ થઈ છે જેથી કોંગ્રેસ દ્રારા વોર્ડ વાઇઝ ખરાબ રસ્તાનું લિસ્ટ મંગાવવામાં આવ્યું હતું જેમાં વોર્ડ નંબર સાતમાં રંગોલી પાંચ થી ભરત વન, ડો તોલિયાના દવાખાના થી કૈલાશ પાર્ક શંભુનગર ,આશિયાના સોસાયટી, વોર્ડ નંબર ૯ માં ગિરનાર દરવાજાથી ભરડા વાવ, વાણદં સોસાયટી, ગણેશ નગર, ગિરનાર દરવાજાથી ભવનાથ તળેટી, વોર્ડ નંબર ૧ મા લોલ નદીના કાંઠા ગોપાલ નગર જૂનું દોલતપરા, બંસીધર સોસાયટી અને સરગવાડા ગામ તરફ નો રસ્તો, વોર્ડ નંબર ૬ સાંતેશ્વર રોડ, ગોપાલ નગર, જીવરાજ પાર્ક, ખલીલપુર રોડ થી ધન લમી પાર્ક, જીનીયસ સ્કુલ, સાંતેશ્વર નગર થી સુભાષ નગર, વોર્ડ નંબર ૧૧ મા ગુલીસ્તાન અને ઘાંચી પટ સોસાયટી, લમીનગર અને દૂરવેશ નગર, વોર્ડ નંબર ૧૩ માં સુદામા પાર્ક, યોગી પાર્ક, શ્રીનગર સોસાયટીના રસ્તા, વોર્ડ નંબર ૪ માં ગંધારી વાડી પોસ્ટલ સોસાયટી થી બાલાસ નગર, વડલી ચોક વિસ્તારની ગલી, ખોડલધામ ટાઉનશીપ, પૂજા પાર્ક, નીલકઠં નગર થી વિશ્વાસ સીટી અને આદિત્ય નગર સહિતના વિસ્તાર, વોર્ડ નંબર ૧૦ માં એમજી રોડ થી ગિરનાર દરવાજા, કડિયા વાડની શેરી અને નવા નાગરવાડા, વોર્ડ નંબર ૧૪ માં ભૂતનાથ ફાટક થી દૂધ ની ડેરી, સંજય નગર અને ધર્મ અવેડા, વોર્ડ નંબર ૧૫ માં દો આંબેડકર નગર, દાતાર રોડ તરફના તમામ રસ્તા પંચેશ્વર મેઈન રોડ રસ્તાઓની યાદી આવેદનપત્ર સાથે આપવામાં આવી હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application