જૂનાગઢમાં પ્રેમજાળમાં ફસાવી બ્લેક મેઈલિંગ કરતા યુવતીએ હસ્નાપુર ડેમમાં જીવન ટૂંકાવ્યું

  • November 22, 2023 11:45 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જૂનાગઢમાં યુવતીને પ્રેમ જાળમાં ફસાવી બ્લેકમેલ કરી પ્રેમ સંબંધ બાંધી ઢીકા પાટુ નો માર મારી માનસિક ત્રાસ આપતા માનસિક અને શારીરિક ત્રાસથી કંટાળી યુવતીએ ડેમમાં ઝંપલાવી આપઘાત કર્યાનો બનાવ નોંધાતા મૃતકના માતા એ વેરાવળના પ્રેમી અને ઉપલેટાના યુવક સામે પુત્રીને મરવા મજબૂર કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી
​​​​​​​
આ અંગે તાલુકા પોલીસ માંથી પ્રાપ્ત વિગત મુજબ જૂનાગઢમાં રહેતી જાનવી મહેતા નામની યુવતી ને વેરાવળ ના સુજલ પ્રતાપભાઈ મારુ એ પ્રેમ જાળમાં ફસાવી વતી અને ઉપલેટાના સૌરભ મોડાસીયા નામના યુવકે યુવતી સાથે બનાવટી ભાઈ બહેનના સંબંધ બાંધી તેની પાસે સૌરભ સાથે કરેલી વાતચીતના વોટસએપ સ્ક્રીન રેકોર્ડિંગ અને ચેટ હોય જાનવીને બંને યુવકો દ્વારા ચારિત્ર બાબતે બ્લેકમેલ કરી સૌરભે તેનો દુરુપયોગ કરી પ્રેમ સંબંધ બાંધી ત્યારબાદ અન્ય જગ્યાએ સગાઈ કરી લેતા બંને યુવકોએ શારીરિક માનસિક ત્રાસ આપી સૌરભે ઢીકા પાટુ નો માર મારતા માનસિક ત્રાસથી કંટાળી જાનવી હસનપુર ડેમમાં ઝમ્પલાવી આપઘાત કર્યા નો બનાવ નોંધાયો હતો. યુવતીએ આપઘાત કર્યાના બનાવમાં માતા મિતલબેન હિતેશભાઈ મહેતાએ સુજલ પ્રતાપ મારું અને સૌરભ મોડાસિયા સામે પુત્રીને મળવા મજબૂર કર્યા અંગે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનહો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application