જામનગર જિલ્લાના લાલપુર તાલુકા ના જાખર ગામમાં નવરાત્રીની પ્રથમ રાત્રે અઘતીટ બનાવ બન્યો છે. એક યુવાને અનૈતિક સંબંધોમાં પોતાની ભાભીની હત્યા નીપજાવી હતી, અને ફરાર થયો હતો, જે આરોપીને પોલીસે ઝડપી લીધો છે, અને રિમાન્ડ પર લેવા કાર્યવાહી હાથ ધરી છે.
આ બનાવ ની વિગત એવી છે કે લાલપુર તાલુકા ના જાખર ગામમાં સોસાયટી વિસ્તારમાં રહેતા અને ડ્રાઇવિંગ કામ કરતા બળવંતસિંહ પ્રેમસંગજી સોઢા નામના ૩૬ વર્ષના રાજપૂત યુવાને પોતાની પત્ની રીનાબા ની હત્યા નીપજાવવા અંગે પોતાના જ નાનાભાઈ વિજયસિંહ પ્રેમસંગજી સોઢા સામે મેઘપર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
દિયર ભાભી વચ્ચેના અનૈતિક સંબંધોની પતિને જાણ થયા પછી પત્નીને ઠપકો આપતાં પત્નીએ દિયર સાથેના સંબંધ તોડ્યા હતા. પરંતુ દિયર સંબંધ રાખવા માંગતો હોવાથી દબાણ કર્યું હતું, અને આખરે નવરાત્રીની પ્રથમ રાત્રીએ રીનાબાના માથા પર પથ્થરના ઘા ઝીંકી દઈ હત્યા નીપજાવી હતી, અને ભાગી છુટ્યો હતો.
ત્યારબાદ ગઈ રાતે મેઘપર પોલીસે આરોપી વિજયસિંહ ને ઝડપી લીધો હતો, અને તેનો મોબાઇલ ફોન તેમજ લોહીવાળા કપડા કબજે કર્યા છે.
પોતે બાઈક પર ભાગ્યો હોવાથી બાઈક અન્ય સ્થળે સંતાડેલું હોવાથી તે કબ્જે લેવા માટે તેમજ વધુ પૂછપરછ માટે આરોપીને રિમાન્ડ પર લેવા કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગીરસોમનાથ તંત્રની ખનીજ માફિયાઓ સામે લાલ આંખ: ત્રણ લીઝને ૧૮.૧૪ કરોડનો દંડ
February 24, 2025 10:39 AMહળવદના મયાપુર નજીક સરકારી દવાઓનો જથ્થો રઝળતો મળ્યો
February 24, 2025 10:38 AMજુઓ રમણીય ફોદાળા ડેમ સાઇટને વિકસાવવા માટે પોરબંદરની કોલેજીયન યુવતીઓએ શું કહ્યું
February 24, 2025 10:38 AMપોરબંદરમાં શિવતાંડવ નું ગુજરાતીમાં થયું સર્જન
February 24, 2025 10:37 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech