જેતપુરમાં કાતિલ ઠંડીમાં ખુલ્લામાં રહેલા ભિક્ષુકોને રેનબસેરામાં ખસેડાયા

  • January 19, 2023 06:49 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોલ્ડવેવની આગાહીને પગલે સરકારે સલામતીના ઠંડીથી બચવા માટે ગાઈડ લાઈન જાહેર કરી છે. જેમાં ઠંડીથી બચવાના ઉપાયો પણ જણાવ્યા છે. પરંતુ જેને રહેવા માટે આસરો નથી, રોડ પર ભટકતું જીવન વ્યતીત કરે છે કે ભિક્ષુક જેવું જીવન જીવતા હોય તેનું આ ઠંડીમાં કોણ ? તેઓને ઠંડીથી કેમ બચાવવા ? આવા પ્રશ્નોને કારણે સરકારે આવા લોકોને નગરપાલિકા, મહાનગરપાલિકા દ્વારા નાઈટ સેલ્ટર હોમ (રેનબસેરા)માં આશરો આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
​​​​​​​
જેના ભાગરૂપે ગઇકાલે જેતપુર નગરપાલિકા દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે નગરપાલિકાનું એક વાહન લઈ ફૂટપાથ, અવાવરું જગ્યા, બસસ્ટેન્ડ રેલ્વે સ્ટેશન, તેમજ વિવિધ પુલ હેઠળ જગ્યાએથી શોધી શોધી તેઓને ઉઠાડી સમજાવીને નગરપાલિકાના વાહનમાં બેસાડીને રેનબસેરામાં લાવવામાં આવ્યા હતા. 
જેતપુર નગરપાલિકા સંચાલિત રેનબસેરામાં ૧૦૦ બેડની સુવિધા છે. જેમાં ઉનાળામાં પંખા અને શિયાળામાં ગરમ ધાબળા આપવામાં આવે છે. ઉપરાંત અહીં રહેવું, નાહવું, સવારે નાસ્તો બપોરે અને રાતે જમવું તેવી તમામ પ્રકારની વ્યવસ્થા છે અને તે પણ નિ:શુલ્ક રાખવામાં આવી છે.  
અત્યારે ઠંડીમાં અહીં પચાસેક જેટલા ઘરવિહોણા લોકોએ આશરો લીધો છે ત્યારે આ ઘર વિહોણા લોકોને કોલ્ડવેવની કાતિલ ઠંડીથી બચાવી હૂંફવાળું આશ્રય સ્થાન આપવાની નગરપાલિકાના ચીફ ઓફિસર અશ્વિન ગઢવીની કામગીરી સરાહનીય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application