જામનગરમાં યુવાન પર જુની અદાવતના કારણે ફિરકી વડે હુમલો

  • January 15, 2024 12:49 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં બુદ્ધ વિહાર કોલોનીમાં રહેતા એક યુવાન પર ગઈકાલે મકરસંક્રાંતિના દિવસે જૂની અદાવત નું મનદુ:ખ રાખીને પાડોશમાં રહેતા શખ્સે માથામાં ફિરકી ફટકારી ઈજા પહોંચાડી હતી.
જામનગરમાં બોમ્બે દવા બજાર કોલોની નજીક બુદ્ધ વિહાર ચોકમાં રહેતા ગૌતમ બલીરામ ગાવડે નામના ૩૨ વર્ષના મરાઠી યુવાન પર ગઈકાલે મકરસંક્રાંતિના તહેવારના દિવસે જૂની અદાવતનું મનદુ:ખ રાખીને પાડોશમાં રહેતા વિજય ઉર્ફે ડોમો દૂધે નામના શખ્સે માથામાં ફિરકી ફટકારી ઇજા પહોંચાડી હતી, જેથી યુવાનને લોહી નિતરતી હાલતમાં સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં લઈ જવાયો હતો.
આ હુમલાના બનાવ અંગે ગૌતમભાઈની પત્ની ‚પાલીબેને હુમલાખોર વિજય દૂધે સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે હૂમલા અંગેની ફરિયાદ નોંધી ભાગી છૂટેલા આરોપીની શોધખોળ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application