જામનગરમાં પાંચ વર્ષની બાળકીએ સારવારમાં દમ તોડતા બનાવ હત્યામાં પલટાયો

  • November 27, 2023 12:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હોસ્પીટલ ખાતે બાળાનું પેનલ પીએમ કરાયું : મૃતદેહનો કબ્જો સોપાયો : આરોપી જેલ હવાલે

જામનગરમાં પ્રેમ સંબંધમાં લગ્ન કરવા માટે યુવા પરણીતાની પાંચ વર્ષની પુત્રી આડખીલી રૂપ બનતી હોવાથી હેવાન બનેલા શખ્સે બાળકીને પેટમાં બટકા ભર્યા હતા. અને વેલણ વડે ફટકારતાં તેણી ને માથામાં હેમરેજ સહિતની ઈજા પહોંચી હતી, જેને ગંભીર હાલતમાં સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં દાખલ કરાયા પછી બાળાનું મૃત્યુ નીપજતાં આ બનાવ હત્યામાં પલટાયો હતોે. પોલીસે આરોપી સામે હત્યા અંગેની કલમનો ઉમેરો કર્યો છે. જે આરોપીની ધરપકડ કરી લીધા પછી તેને જેલમાં ધકેલી દેવાયો છે. ગઇકાલે જી.જી. હોસ્પીટલના પીએમ રુમ ખાતે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દોડી ગયા હતા અને બાળકીનો મૃતદેહ સોપી આપ્યો હતો.
જામનગરના ગાંધીનગર વિસ્તારમાં શંકરના મંદિર પાસે રહેતા વીરેન જાનકીદાસ રામાવત નામના યુવાનને શહેરના ઢીચડા રોડ, તિરુપતિ પાર્ક માં એક ભાડાના મકાન માં રહેતી ૨૬ વર્ષ ની પરણીતા એવી પાંચ વર્ષની પુત્રીની માતા સાથે પ્રેમ સંબંધ હતો. અને વીરેનને  તેણી સાથે લગ્ન કરવા હતા, પરંતુ તેની પાંચ વર્ષની પુત્રીને સાથે રાખવા માગતો ન હતો.
 પરંતુ તેણીએ પોતાની પુત્રીને સાથે રાખવાની જીદ કરતાં આરોપી વિરેન રામાવતે પાંચ વર્ષની બાળકી ને પેટમાં બટકા ભર્યા હતા,  અને વેલણ થી હાથ માં, પગમાં અને માથા માં હુમલો કર્યો હતો. આ બનાવમાં બાળકીને માથામાં હેમરેજ સહિતની ઈજા થઈ હતી. આથી  બાળકીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.
જ્યાં સારવાર દરમિયાન બાળકીનું મૃત્યુ નીપજતાં આ બનાવ હત્યામાં પલટાયો હતો. પોલીસે આરોપી વિરેનની સામે કલમ ૩૦૨નો ઉમેરો કર્યો હતો અને તેની ધરપકડ કરી લઈ તેની પાસેથી હત્યામાં વપરાયેલું વેલણ કબજે કરાયું છે. જ્યારે તેને અદાલત સમક્ષ રજૂ કરતાં જેલમાં ધકેલી દેવાયો છે.
બાળકીનું ટુંકી સારવારમાં મૃત્યુ થયાનું બહાર આવતા અરેરાટી પ્રસરી ગઇ હતી, ગઇકાલે સીટી-સી ડીવીઝનના પીઆઇ ચૌધરી સહિતનો સ્ટાફ હોસ્પીટલ દોડી ગયો હતો પેનલ પીએમ કરાયા બાદ બાળાના મૃતદેહને સોપી આપ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application