મોટી ગોપ, મારવાડી વાસ અને મસીતીયામાં પોલીસના દરોડા : રોકડ, બાઇક સહિત લાખોનો મુદામાલ કબ્જે
જામજોધપુરના મોટી ગોપની સીમમાં પાંચ પત્તાપ્રેમીઓને રોકડ, બાઇક મળી ૮૬ હજારના મુદામાલ સાથે એલસીબીએ દબોચી લીધા હતા, જયારે જામનગરના મારવાડીવાસ વિસ્તારમાં પાના ટીંચતા સાત જુગારી ઝપટમાં આવ્યા હતા અને મસીતીયા ગામમાં ચાર પત્તાપ્રેમીને ઝડપી લેવાયા હતા.
એલસીબીના પીઆઇ લગારીયાની સુચનાથી પીએસઆઇ કાંટેલીયા, પીએસઆઇ મોરી અને સ્ટાફ પેટ્રોલીંગમાં હતા ત્યારે ષીરાજસિંહ, દિલીપભાઇ અને કાસમભાઇને મળેલ બાતમી આધારે જામજોધપુરના મોટી ગોપની સીમમાં ડાયાભાઇની વાડીના શેઢે આવેલ ઓરડીની પાછળ લાઇટના અંજવાળે તિનપતીનો જુગાર રમતા મોટી ગોપના ભાવેશ લક્ષમણ નંદાણીયા, રજની નાથા કારેણા, ડાયા દેવશી કારેણા, મનસુખ પુંજા વાઢીયા અને સામત કરશન વાઢીયા નામના શખ્સોને રોકડા ૩૧૫૦૦, બે મોટરસાયકલ, ગંજીપતા મળી કુલ ૮૬૫૦૦ના મુદામાલ સાથે દબોચી લીધા હતા.
જામનગર સીટી-એ પીઆઇ એન.એે. ચાવડાની સુચનાથી સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે રાજેન્દ્રસિંહ અને હરપાલસિંહને મળેલી બાતમીના આધારે નંદનવન સોસાયટી રસ્તે મારવાડા વાસની સામે તિનપતીનો જુગાર રમતા નંદનવન સોસાયટીના દુષ્યંતસિંહ ભરતસિંહ પિંગળ, દરેડ સર્કલ પાસે રહેતા મુળ એમપીના નિ ચંદીયા ગુડીયા, દરેડના રતીરામ રજુ એહરવાલ, ભગવાનસીંગ સોનીસીંગ ઠાકોર, ગોવિંદસીંગ પરમસીંગ ગોડ, નોનેલાલ ભૈયાલાલ ગોડ અને સીતારામ મોહનલાલ પટેલ નામના શખ્સોને રોકડ ૧૦૭૦૦ અને ગંજીપતા સાથે દબોચી લીધા હતા.
બીજા દરોડામાં મસીતીયા ગામે જાહેરમાં તિનપતીનો જુગાર રમતા મસીતીયાના અકબર અબ્દુલ ખફી, આસીફ અબ્બાસ ખફી, અનવર હુશેન ખફી તથા વેપારી સાહીલ કાસમ ખફીને રોકડ ૧૧૮૫૦ અને ગંજીપતા સાથે પકડી લીધા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસદભાવના માનસ રામ કથા નિમિત્તે પ્રેરક પહેલ ઓનિકસ ગ્રુપ એક લાખ વૃક્ષો વાવીને કરશે જતન
November 23, 2024 03:30 PMઆજે અનેક સંતો, મહંતો કથાકારો રામકથામાં રહેશે ઉપસ્થિત
November 23, 2024 03:27 PM૭૬ દુકાનમાંથી ૪.૯ કિલો ઝબલા જ પોલીસ બંદોબસ્ત હેઠળ દડં વસુલાત
November 23, 2024 03:20 PMહાઈવે પર રખડતા ઢોર દૂર કરવા જરૂર પડે તો ઢોર માલિકો સામે કાયદેસર કાર્યવાહી કરવા તાકિદ
November 23, 2024 03:19 PMમ્યુનિ.આવાસ મેળવીને ભાડે આપવાનો ધંધો વિજિલન્સ પોલીસ ટીમ ત્રાટકી, ૭ લેટ સીલ
November 23, 2024 03:17 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech