તળાવની પાળ-જી.જી. હોસ્પિટલ રોડ સહિતના વિસ્તારમાં ઝુંબેશ હાથ ધરી ૪૪ થી વધુ રેકડી તથા અન્ય દબાણો હટાવાયા
જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દબાણ હટાવવાના મુદ્દે ફરીથી સક્રિય બની હતી, અને તળાવની પાળે જૂની આરટીઓ કચેરીના આસપાસના વિસ્તારમાં અડીંગો જમાવીને પડી રહેતી ૨૦ જેટલી રેકડીઓ કબજે કરી લેવામાં આવી છે, ઉપરાંત તે સ્થળે ફરીથી ગેરકાયદે રીતે ચાલુ કરી દેવામાં આવેલી બાળકો માટેની નાની ૪ રાઈડ પણ કબજે કરી લઇ મહાનગરપાલિકાની કચેરીમાં જમા કરાવી દેવામાં આવી છે.
આ કાર્યવાહીને લઈને ઉપરોક્ત વિસ્તારમાં ભારે દોડધામ થઈ હતી. જૂની આરટીઓ કચેરીના માર્ગ પાસે તળાવની પાળે પ્રતિદિન ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. તે સ્થળે અનેક રેકડીઓના જંગલ ખડકાઈ જતા હોવાના કારણે આ સમસ્યા સર્જાતી હોવાથી એસ્ટેટ શાખા ના અધિકારી નીતિન દીક્ષિત ઉપરાંત દબાણ હટાવ અધિકારી અનવર ગજણ અને તેઓની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી, અને સમગ્ર વિસ્તારને ખુલ્લો કરાવી દેવામાં આવ્યો છે.
આ ઉપરાંત જામનગરના જી.જી. હોસ્પિટલ રોડ પર ફરીથી દબાણ સર્જાયા હોવાથી તેમજ કેટલીક રેકડીઓ નું દબાણ સર્જાયું હોવાની માહિતીના આધારે જી.જી. હોસ્પિટલ રોડથી પંચવટી સોસાયટી સુધી ઝુંબેશ હાથ ધરી ને ત્યાંથી પણ ૨૦ થી વધુ રેકડી તેમજ અન્ય પથારા સહિતના દબાણો હટાવી લઈ મહા નગરપાલિકાની કચેરીમાં જમા કરાવી દેવાયા હતા. કેટલાક રેકડીદારકો કે જેઓ દ્વારા કાયમી રીતે જાહેર માર્ગ પર રેકડી રાખી દેવામાં આવી હતી, આવી રેકડીઓ કબજે કરી લેવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationએક બાજુ ડેમ ઓવરફ્લો બીજી તરફ મૂળીના ખેડુતોને પાણી નથી મળતુ
March 28, 2025 11:06 AMજુઓ તંત્રએ મજીવાણા ખાંભોદર રોડ પર કઇ રીતે દબાણ કર્યું દૂર
March 28, 2025 11:05 AMપોરબંદરની ચમ સ્કૂલમાં ફુલછોડ વિતરણ કાર્યક્રમ યોજાયો
March 28, 2025 11:04 AMકે.બી. તાજાવલા સ્કૂલમાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો
March 28, 2025 11:03 AMમહિયારી ખાતે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો
March 28, 2025 11:02 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech