જામનગરમાં યુવાને પૈસા ઉછીતા લીધા બાદ પિતાને માર ખાવાનો વારો આવ્યો

  • September 02, 2024 10:29 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પૈસાની ઉઘરાણીના મામલે  યુવાન પર છરી વડે હુમલો કરી દીધાની પોલીસ ફરિયાદ


જામનગર માં રણજીત સાગર રોડ પર રહેતા એક યુવાનને પોતાના પુત્રની પૈસાની ઉઘરાણી ના મામલે માર ખાવાનો વારો આવ્યો છે. ઓછી પૈસા લીધા પછી ઉઘરાણી કરનાર શખ્સે તેના સાગરીત સાથે આવીને યુવક ના પિતા પર છરીવડે હુમલો કરી દીધા નું પોલીસમાં જાહેર થયું છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં રણજીત સાગર રોડ પર કામેશ્વર પાર્કમાં રહેતા વિનોદભાઈ દામજીભાઈ પેઢડીયા નામના પટેલ યુવાને પોતાના ઉપર છરી અને ધોકા વડે હુમલો ઇજા પહોંચાડવા અંગે જામનગરના રજાક ખફી અને તેના એક સાગરીત સામે ફરિયાદ નોંધાવી છે ફરિયાદી ના પુત્ર આરોપી રજાક ખફી પાસેથી પૈસા ઉછીના લીધા હતા, તે પૈસા પુત્ર આપતો ન હોવાથી ઇજા પામનારે તેના પિતા પાસે પહોંચી ગયો હતો અને પૈસા ની માંગણી કરતાં તેનો ઇનકાર કરવાથી ઉશ્કેરટમાં આવી જઈ છરી વડે હુમલો કરી દીધો હતો, આથી મામલો સીટી એ. ડિવિઝન પોલીસમાં લઈ જવાયો છે. જે બંને આરોપીઓને પોલીસ શોધી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application