જામનગરમાં રામેશ્વર નગર વિસ્તારમાં રહેતા અને કન્સ્ટ્રકશન નો વ્યવસાય કરતા એક કોન્ટ્રાક્ટર યુવાને પોતાના વધુ વજન ની બીમારીથી કંટાળી જઈ ઝેરી દવા પી લઇ આત્મહત્યા કરી લીધી છે. શરીર ઘટાડવા માટે ઓપરેશન કરાવ્યા છતાં ફેર નહીં પડતાં આ પગલું ભરી લીધાનું પોલીસમાં જાહેર થયું છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં રામેશ્વર નગર નજીક રાજ રાજેશ્વરી સોસાયટી શેરી નંબર ૯ માં રહેતા અને કન્સ્ટ્રકશનનો વ્યવસાય કરતા મનહરસિંહ પરબતસિંહ જાડેજા નામના ૩૩ વર્ષના કોન્ટ્રાક્ટર યુવાને ઝેરી દવા પી લઈ આત્મહત્યાનો પ્રયાસ કરતાં તેનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.
આ બનાવ અંગે મૃતકના કુટુંબી ક્રિપાલસિંહ વિજયસિંહ જાડેજાએ પોલીસને જાણ કરતાં સીટી બી. ડિવિઝનના પોલીસ હેડ કોન્સ્ટેબલ શોયબભાઈ મકવા એ મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી હતી.
પોલીસ પૂછપરછ દરમિયાન મૃતકનું વજન ૧૪૦ કિલો થી વધુ હતું, જે વજન ઘટાડવા માટે તેઓએ બે વખત ઓપરેશન કરાવેલા હતા. તેમ છતાં વજન ઓછું થયું ન હતું, ઉપરાંત અમુક ખોરાક પણ ઘટાડવાનું જણાવ્યું હતું. જે તકલીફ ના કારણે આ પગલું ભરી લીધાનું પોલીસમાં જાહેર થયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસુમરા સમાજ દ્વારા 11 દિકરીના સમુહ લગ્ન તથા 11 મી શરીફનું આયોજન કરવામાં આવ્યું
November 26, 2024 08:21 PM'આપણું બંધારણ આપણા વર્તમાન અને ભવિષ્ય માટે માર્ગદર્શક', પીએમ મોદીએ 26/11ના હુમલાને પણ કર્યો યાદ
November 26, 2024 07:53 PMજામનગર: સંવિધાન દીવસ નિમિતે ભારતીય જનતા પાર્ટી - અનુસૂચિત જાતિ મોરચા દ્વારા સંવિધાન યાત્રા યોજાઈ
November 26, 2024 07:33 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech