રાજકોટ તાલુકાના હોડથલી ગામે વકીલને શેઢા પાડોશીએ ગાળો આપી ઢીકાપાટુનો મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે અંગે આજીડેમ પોલીસે વકીલની ફરિયાદ પરથી ઉમરાળીના શખસ સામે ગુનો નોંધ્યો છે. વકીલની જમીનમાંથી આરોપી જેસીબી વડે માટી કાઢતો હોય જેને અટકાવતા હત્પમલો કર્યેા હતો. રાજકોટમાં નાનામવા મેઇન રોડ પર સત્યસાઇ હોસ્પિટલ રોડ પાસે ત્રિનેત્ર ૬૧ ફુલવાડી પાર્કમાં રહેતા વિજયભાઇ રવજીભાઇ તોગડીયા (ઉ.વ.૪૭) નામના વકીલ આધેડ દ્રારા આજીડેમ પોલીસ મથકમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે રાજકોટ તાલુકાના ઉમરાળી ગામે રહેતા ઘનશ્યામ કરશનભાઇ હત્પંબલનું નામ આપ્યું છે. એડવોકેટે ફરિયાદમાં જણાવ્યું છે કે, તેમના પત્નિ વર્ષાબેનની માલિકી અને કબજા ભોગવટાની ખેતીની જમીન રાજકોટ તાલુકાન હોડથલી ગામના રેવન્યુ સર્વે નંબર.૬૨૧ પૈકી ૨ થી આવેલી છે.ફરિયાદીનું મુળ વતન હોડથલી ગામ જ હોય જેથી ગામમાં દર વર્ષે બાલવી માતાજીની તિથી હોય જેથી ગઈ તા.૨૨૦૪૨૦૨૬ નાં સવારના સાડા નવેક વાગ્યા આસપાસ ફરિયાદી તથા તેમના પરીવાર સાથે હોડથલી ગયા હતા.ત્યારે ગામનાં લોકોએ વાત કરી હતી કે તમારી જમીનમાં જેસીબી તથા ટ્રેકટરથી માટી કાઢે છે જેથી ફરિયાદી તેમની બીજી વાડીનાં ખેડુત વિનોદભાઈ બચુભાઇ તોગડીયા (રહે. હોડથલી) ને સાથે લઇને હોડથલીનાં રેવન્યુ સર્વે નંબર.૬૨૧ પૈકી ૨ વાળી જગ્યાએ સવારના સાડા અગીયારેક વાગ્યા આસપાસ પહોંચતા વકીલની બાજુમા આવેલ જમીનના માલીક ઘનશ્યામભાઈ કરશનભાઈ હત્પંબલની માલીકીની ઉમરાળીના રેવન્યુ સર્વે નંબર ૧૯૫ પૈકી ૩ ની જમીન આવેલી હોય તેઓ ફરિયાદીની જમીનનાં પાણીનાં ધોરીયામાંથી જેસીબી તથા ટ્રેકટરોની મદદથી તેમની જમીનમાં માટી નાખતા હતાં. આ જોઇ ફરિયાદીએ કહ્યું હતું કે આ જમીન અમારી માલીકીની છે તમે અમારી જમીનમાંથી કેમ પાણીનાં ધોરીયામાંથી માટી કાઢો છો તેમ કહેતા આ ઘનશ્યામભાઈ હત્પંબલ એકદમ ઉશ્કેરાઇ જઇ બોલાચાલી કરી ગાળો બોલવા લાગ્યો હતો જેથી વકીલે તેમને ગાળો બોલવાની ના પાડતા તેમને ઢીકાપાટુનો માર મારવા લાગ્યો હતો અને કહ્યું હતું કે, જો તું આ જમીનમાં પગ મુકીશ તો તને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપતા ફરિયાદી ગભરાય જતા ૧૧૨ માં ફોન કર્યેા હતો. જેથી થોડીવારમાં ૧૧૨ આવેલ ત્યારે આ ઘનશ્યામભાઈ હત્પંબલ જેસીબી તથા ટ્રેકટરો લઇને જતો રહ્યો હતો.બાદમાં આ બાબતે વકીલે ઘનશ્યામ હત્પંબલ સામે ફરિયાદ નોંધાવતા આજીડેમ પોલીસે આરોપી સામે બીએનએસની કલમ ૧૧૫(૨),૩૫૧(૩),૩૫૨ મુજબ ગુનો નોંધી જરી કાર્યવાહી કરી હતી. બનાવ અંગે વધુ તપાસ હેડ કોન્સ. એ.એન. સોલંકી ચલાવી રહ્યા છે.