હત્યારા આરોપીની પરણીત બહેન સાથે મૃતક યુવાનને સંબંધો હોવાના કારણે મન-દુઃખ રાખીને હત્યા કર્યાની ફરિયાદ
જામનગર નજીક હાપા ખારી વિસ્તારમાં રહેતા એક ચારણ યુવાન પર સ્થાનિક બાવરી શખ્સે છરી વડે હુમલો કરી દઇ હત્યા નીપજાવી હતી, જે પ્રકરણમાં અનૈતિક સંબંધો કારણભૂત હોવાનું સામે આવ્યું છે. આરોપીની બહેન સાથે મૃતક યુવાનને સંબંધ હોવાના કારણે તેનું મન દુઃખ રાખીને છરી વડે હુમલો કરી હત્યા નિપજાવ્યા ની ફરિયાદ પોલીસમાં નોંધાવાઈ છે.
આ હત્યાના બનાવની વિગત એવી કે જામનગર નજીક હાપા ખારી વિસ્તારમાં રહેતા વિજસુર ધાનસુર વીર નામના ૨૧ વર્ષના ચારણ યુવાન પર શનિવારે બપોરે સાડા ત્રણેક વાગ્યાના અરસામાં હાપા ખારી વિસ્તારમાંજ રહેતા સુનિલ ચેતનભાઈ ડાભી નામના બાવરી શખ્સે જૂની અદાવતનું મનદુઃખ રાખીને છરી વડે હુમલો કરી દઈ હત્યા નિપજાવી હતી.
જે પ્રકરણમાં પંચકોશી એ. ડિવિઝનના પીએસઆઇ એ. કે. પટેલ અને તેમની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો, અને મૃતક વીજસુર ના નાના ભાઈ વાલસર ધનરાજભાઈ વીર ની ફરિયાદના આધારે હુમલાખોર આરોપી સુનિલ ચેતનભાઇ ડાભી સામે આઇપીસી કલમ ૩૦૨ અને જીપીએકટ કલમ ૧૩૫-૧ મુજબ ગુનો નોંધ્યો છે.
આરોપીની બહેન સાથે અગાઉ મૃતક યુવાનને સંબંધો હતા, ત્યારબાદ તેણીના લગ્ન થઈ ગયા હતા, તેમ છતાં પણ મૃતકે વાતચિત અને સંબંધો ચાલુ રાખ્યા હતા,જેની જાણકારી આરોપીને થઈ હતી, જેનું મન દુઃખ રાખીને આ હુમલો કરાયાનું પોલીસમાં જાહેર થયું છે. પોલીસ દ્વારા આરોપીને પકડવા માટેના ચક્રો ગતિમાન કરાયા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવિધાનસભામાં રાજકોટ મેટરનિટી હોસ્પિટલના સીસીટીવી ફટેજ લીંક થવાનો મામલો ગાજ્યો
February 24, 2025 03:39 PMબોર્ડ નિગમ ક્રમશ: બધં કરવાની દિશામાં આગળ વધતી સરકાર: ચુપચાપ અમલવારી
February 24, 2025 03:36 PMન્યુઝીલેન્ડ અને ભારત સામે હાર છતાં પાકિસ્તાન સેમિફાઇનલમાં પહોંચી શકે
February 24, 2025 03:19 PMઅમેરિકનો ઈંડાની કિંમતમાં વધારો થતાં હવે મરઘી ભાડે લઈ રહ્યા છે
February 24, 2025 03:18 PMનામ કમાવા સાથે રહેલા ઝડપાયા,દામ કમાનારની શોધ
February 24, 2025 03:16 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech