પોરબંદરના ઘેડ પંથકમાં ચાલુ ચોમાસે દસમી વખત પુરના પાણી ફરી વળ્યા છે. ભાદર-૨ ડેમના દરવાજા ખોલવામાં આવતા ગરેજ સહિતના નિચાણવાળા વિસ્તારમાં લીલા દુષ્કાળની પરિસ્થિતિ ઉભી થઇ છે અને જમીનનુ પણ ભારે ધોવાણ થયાનુ સામે આવ્યુ છે.
ભાદર ૨ ડેમના દરવાજા ફરી વખત ખોલતા ગરેજ સહિતના નીચાણ વાળા ગામો માં આજે ૧૦મી વખત વગર વરસાદે પુર ના પાણી ફરી વળ્યા છે અને સમગ્ર ઘેડ વિસ્તારમાં લીલા દુષ્કાળ ની પરિસ્થિતિ ઉભી થઇ છે.
સામાન્ય ચોમાસાના પ્રથમ વરસાદ પછી અષાઢ મહિના માં મગફળીનું વાવેતર થઇ જતું પરંતુ આ વર્ષે હજુ પણ સમગ્ર ધેડ વિસ્તારની જમીનમાં ગોઠણ ડૂબ પાણી ભરેલા છે. હજુ પણ વરસાદી આગાહીઓ ને કારણે આ પાણી ક્યારે ઓસરશે તે ચિંતામાં જગત નો તાત મુંઝાયો છે. કુદરત ઠી અને રાજકીય નેતાઓનું પણ ઘેડ વિસ્તાર પ્રત્યે ભારે ઓરમાયું વર્તન હોય તેમ ચુંટણી વખતે આંબા આંબલી દેખાડનાર એક પણ નેતા આ મુસીબત ના સમય માં ઘેડ વિસ્તાર માં ફરકતા નથી. સતત ૧૦મી વખત ના પુર પ્રકોપ ને કારણે જમીન નું પણ ભારે ધોવાણ થઇ જતા જમીન ફળદ્રુપતા પર પણ ભારે માઠી અસર પહોંચશે તેવા ભય ન ઓથાર નીચે ફફડી ઉઠેલા ગરેજ ગામના ખેડૂતો દ્વારા ધારાસભ્ય,સાંસદને તાત્કાલિક વચગાળા ની સહાય ચુકવવા માંગણી કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMશેખ હસીનાને બાંગ્લાદેશ પરત કરો, યુનુસ સરકારે ભારત સરકારને પત્ર લખ્યો, હસીના પર 225થી વધુ કેસ
December 23, 2024 04:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech