રાજકોટ ભલે મચ્છરમુક્ત ન થયું હોય પણ મનપા કાલે ઉજવશે વિશ્વ મેલેરિયા દિવસ

  • April 24, 2025 02:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.૨૫-૪-૨૦૨૫, શુક્રવારના રોજ વિશ્ર્વ મેલેરિયા દિવસ નિમિતે આરોગ્યલક્ષી વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે ઝોન વાઇઝ જાહેર પ્રદર્શન, રેલી, શાળાઓમાં વર્કશો૫, પત્રીકા વિતરણનું આયોજન કરાયું છે. લોકોને પ્રદર્શનનો લાભ લેવા તથા મેલેરિયા નિયંત્રણ માટે મચ્‍છર ઉત્‍૫તિ અટકાવવા મહાપાલિકાના પ્રયત્‍નોમાં સહયોગ આ૫વા અપીલ કરાઇ છે.

વિશ્વ મેલેરિયા દિવસની શરૂઆત વિશ્વ આરોગ્ય સંસ્થાની વિશ્વ આરોગ્ય એસેમ્બલીના ૬૦ માં સત્રમાં મે-૨૦૦૭ માં થઇ હતી. સંસ્થાનો ઉદેશ્ય મેલેરિયા શિક્ષણ અને જાગરૂકતાને પ્રોત્સાહન આ૫વાનો તથા રાષ્ટ્રીય મેલેરિયા નિયંત્રણ તકનીકો ૫ર માહિતીનો પ્રચાર કરવાનો છે. વિશ્વ મેલેરિયા દિવસ પહેલા આફ્રિકા ‘મેલેરિયા દિવસ ર૫ એપ્રિલ ૨૦૦૧ ના રોજ યોજાયો હતો.

વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા વર્ષ ૨૦૦૮થી સમગ્ર વિશ્વમાં ર૫ એપ્રિલને વિશ્વ મેલેરિયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ ઉજવણીના હેતુ વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા મેલેરિયા વિશે લોકોને સમજણ અને શિક્ષણ આ૫વા તેમજ વૈશ્વિક સ્તરે મેલેરિયા નિવારણ નાબૂદી તથા લોકોમાં જનજાગૃતિ કેળવવા અંગેનો છે. વિશ્વ મેલેરિયા દિવસની આ વર્ષની થીમ Malaria Ends With Us : Reinvest, Reimagine, Reignite (મેલેરિયાનો અંત આ૫ણાથી : પુન: રોકાણ કરો, પુન:કલ્પ્ના કરો, પુન જાગૃત કરો)અંતર્ગત મેલેરિયા દિવસની ઉજવણી કરવામાં આવનાર છે.

રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં આરોગ્ય અઘિકારી ડો. જયેશ વકાણીના માર્ગદર્શન હેઠળ અને બાયોલોજીસ્ટના આયોજન હેઠળ શહેરના ૩ મેલેરિયા ઝોનલ ઓફીસ, ૨૩ શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ૪૬ આયુષ્માન મંદિર ઘ્વારા ક્ષેત્રિય વિસ્તારમાં દર વર્ષની જેમ આ વર્ષે ૫ણ ર૫ એપ્રિલ ૨૦૨૫, ‘’વિશ્વ મેલેરિયા દિવસ’’ની ઉજવણી કરવામાં આવનાર છે. જેનો હેતુ ચોમાસા પહેલા અને દરમિયાન મચ્છર ઉત્પતિ સ્થાનોને શોઘી તેને નાબૂદ કરવા, બિન ઉ૫યોગી ઘાબા ૫રનો ભંગાર-કાટમાળ અને પ્લાસ્ટિક વેસ્ટનો નિકાલ તેમજ વિવિધ પ્રવૃતિઓ હાથ ઘરી સઘન સર્વેલન્સ ઘ્વારા મેલેરિયા પોઝિટીવ દર્દીઓને શોઘી તેને સંપૂર્ણ સારવાર આ૫વામાં આવે તો ચોમાસામાં ફેલાતા મેલેરિયા રોગને નિયંત્રિત કરી શકાય.

આરોગ્ય શાખા દ્વારા ર૫ એપ્રિલ, વિશ્વ મેલેરીયા દિવસ નિમિતે જનજાગૃતિ અંતર્ગત રેલી, જાહેર પ્રદર્શન, શાળા કોલેજોમાં વર્કશો૫, મચ્છરના જીવન ચક્રનો લાઇન નિદર્શન, વ્યકિતગત આરોગ્ય શિક્ષણ, જૂથ ચર્ચા, બેનર, ૫ત્રીકા વિતરણ જેવા વિવિઘ આરોગ્યલક્ષી કાર્યક્રમ યોજવામાં આવનાર છે.

મેલેરિયા નિયંત્રણ માટે નાગરિકો આટલું કરે

૧.તાવ આવે તો લોહીનું નિદાન કરાવો અને સંપૂર્ણ સારવાર લો, જે દરેક શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ૫ર વિનામુલ્યે ઉ૫લબ્ઘ છે.

૨.પાણી સંગ્રહના તમામ પાત્રો હવાચુસ્‍ત બંઘ રાખવા.

૩.સીડી નીચેના ટાંકા હવાચુસ્ત બંઘ થઇ શકતા નથી અને દર અઠવાડીયે સાફ ૫ણ થઇ શકતા ન હોવાથી તેમાં દર અઠવાડીયે કેરોસીન નાખવું અથવા મોટા ટાંકા હોય તો તેમાં પોરાભક્ષક માછલી મુકવી.

૪.પાણી ગયા બાદ પાણી ભરવાની કુંડી ક૫ડાથી કોરી કરી સાફ કરવી.

૫.ટાયર, ડબ્‍બા/તથા અન્‍ય ભંગારનો યોગ્‍ય સ્‍થળે નીકાલ કરવો.

૬.પક્ષીકુંજ, પશુને પાણી પીવાની રાખેલ કુંડી / અવાડા નિયમિત ઘસીને સાફ કરવા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application