અગ્નિકાંડ: ગેમઝોનમાં કાળી કમાણી કરનારાઓને નહિવત કિંમતના અિશામક સાધનો મોંઘા પડતા હતા

  • June 05, 2024 02:57 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ ગેમઝોન અિકાંડમાં રિમાન્ડ પર રહેલા આરોપીઓએ પોલીસ પૂછપરછમાં નફફટાઈથી એવું કથન કયુ હતું કે, ફાયરબ્રિગેડના અિશામક સાધનો મોંઘા પડતા હતા જેથી સાધનો વસાવ્યા ન હતા. ગેમઝોનમાંથી લાખોની કમાણી કરનારા મોતના સૌદાગરો જેવા આરોપીઓને નહીંવત કિંમતના સાધનો મોંઘા પડતા હતા. જો જરૂરી સાધનો વસાવેલા હોત અને આગ સમયે આ સાધનોનો ઉપયોગ કરી શકાયો હોત તો કદાચ આ દુર્ઘટના આવડીમોટી ન થઈ શકત તેવું જાણકારોનું તારણ છે.
ગત માસે તા.૨૫ના શનિવારના રોજ ટીઆરપી ગેમઝોનમાં આગ ભભૂકી હતી જેમાં ૨૭ માનવ જિંદગીએ જીવ ગુમાવ્યા તહા. ત્રણ ત્તર્ષથી વધુ સમયથી ગેરકાયદે બાંધકામ સાથે ગેરકાયદે રીતે લાખોની કમાણી કરતો આ ગેમઝોન કોઈના ધ્યાને ન્હોતો પડયો.

આગ લાગ્યા બાદ પોલીસ પણ સફાળી જાગી હતી દુર્ઘટનામાં ગેમઝોનના સંચાલકો સામે ગુના નોંધી યુવરાજસિંહ સોલંકી, રાહત્પલ રાઠોડ, ધવલ ઠક્કર, નીતીન જૈન, મહેશ રાઠોડ, જમીન માલિક કિરીટસિંહ જાડેજા સહિતની ધરપકડ કરી રિમાન્ડ મેળવ્યા હતા. તપાસનીસ ક્રાઈમ બ્રાંચ દ્રારા અલગ અલગ મુદ્દાઓ પર આરોપીઓની પૂછતાછ કરાઈ રહી છે.

ગેમઝોનમાં ફાયર એનઓસી જ ન્હોતું. એ ઉપરાંત જો આગ કે આવી કોઈ ઘટના બનેતો આગ કાબુમાં લેવા માટેના પૂરતા અિશામક સાધનો પણ ન્હોતા. આ સાધનો કેમ વસાવ્યા ન હતા. આ બાબતે પોલીસ પૂછતાછમાં આરોપીઓએ સાવ નફફટાઈથી એવું જણાવ્યું હોવાનું જાણવા મળે છે કે ગેમજોનમાં જરૂરી અિશામક સાધનો મોંઘા પડતા હતા.
કિંમત વધુ હોવાના કારણે આવા સાધનો પાઈપીંગ કરાવ્યા ન હતા. જે ગેમઝોનમાં મહિને લાખો રૂપિયાની આવક થતી હતી ત્રણ વર્ષથી વધુ સમયથી આ ગેમઝોન ચાલતો હતો કાળી કમાણી થતી હતી છતાં આ આવક સામે કદાચ ફાયર સાધનોની કિંમત નહીંંવત હશે પરંતુ અિશામક સાધનો ગેમઝોન સંચાલકો દ્રારા વસાવાયા ન હતા અને દુર્ઘટના ઘટી હતી




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application