અગ્રણીઓ દ્વારા કલેક્ટર તથા પીજીવીસીએલના અધિકારીઓને રજૂઆત: લોકોના વિજઉપકરણો નાશ પામવાથી આર્થિક નુકશાન થતા ખેડૂતોમાં રોષ: તંત્ર ઝડપી પગલા લ્યે
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અતિભારે વરસાદથી ખાનાખરાબી થતા પી.જી.વી.સી.એલ.ના તંત્ર દ્વારા તાકીદે મોટી સંખ્યામાં અન્ય જિલ્લાઓમાંથી ટિમો મોકલીને સમારકામ શ કરાયું હતું. પરંતુ હાલ પણ આવડી ટીમોની કામગીરી પછી પણ ખંભાળીયાના ગ્રામ્ય પંથકમાં વીજ વાયરો લટકવા, વાયર પર વૃક્ષો, સાધનો તૂટેલા અસ્તવ્યસ્તની સ્થિતિ રહેતા ખેડૂતોમાં રોષની લાગણી ફેલાઇ છે.
ખંભાળીયા તાલુકાના કેશોદ સહિત કેટલાય એવા ફીડર છે જેમાં એગ્રીકલ્ચર ફીડરમાં સતત એક કલાક પણ પાવર ચાલુ ના રહેતો હોય વારંવાર વીજ પુરવઠો ખોરવાતા તથા વોલ્ટેજ વધઘટ થતા રોજ દરેક ગામમાં 8/10 ખેડૂતોની ઇલેક્ટ્રિક મોટરો સળગી જવાનું થતા ખેડૂતોને પડ્યા પર પાટુ જેવી સ્થિતિ થઈ છે. વરસાદ હવે ના આવતા મગફળીને છેલ્લા પાણી પીવડાવા પડે તેમ છે ત્યારે જ વીજ પુરવઠો રેગ્યુલર નથી આવતો તો ઇલેક્ટ્રિક મોટરો બળી જતા રીપેરીંગ વાળાને ત્યાં કતારો લાગી છે.
આ બાબતે અગ્રણી દ્વારા જિલ્લા કલેક્ટર તથા પી.જી.વી.સી.એલ.ના સુપ્રી.ઈજનેર જામનગર તથા કાર્યપાલક ઇજનેરને જાણ કરતા તેમના દ્વારા વધુ ટુકડી મંગાવીને કામ પૂર્વવત કરી વીજ પુરવઠો ફરીથી યોગ્ય રીતે ચાલુ થાય તે માટેના પ્રયત્નો કરવામાં આવ્યા છે. ગ્રામ્ય પંથકમાં ખેતીવાડી વીજ જોડાણો વાળા આ વખતે માંગ્યો વરસાદ આવતા ખેડૂતોને છેવટે વીજળીની જરૂર પડી છે. ત્યારે વીજળી વેરણ થતા ભારે પરેશાની થઈ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech