દો ઔર દો પ્યાર ફિલ્મમાં ફરી વિદ્યા બતાવશે અભિનયનો નીખાર
દો ઔર દો પ્યાર ફિલ્મમાં વિદ્યા બાલન અને પ્રતીક ગાંધી ઉપરાંત ઇલિયાના ડિક્રુઝ અને સેંથિલ રામમૂર્તિ પણ મુખ્ય ભૂમિકામાં છે. જેનું ટીઝર તાજેતરમાં જ રીલીઝ થયું છે.જેમાં જોઈ શકાય છે કે વિદ્યા બાલન અને સેંથિલ એકબીજાના પ્રેમમાં છે
વિદ્યા બાલન, પ્રતીક ગાંધી અને ઇલિયાના ડિક્રુઝની ફિલ્મ દો ઓર દો પ્યારનું ટીઝર રિલીઝ થયું છે. આ ટીઝર ખૂબ જ મજેદાર છે અને તેમાં ફરી એક વખત વિદ્યા બાલન બોલ્ડ અંદાજમાં જોવા મળે છે. આ ફિલ્મ 19 એપ્રિલ 2024 ના રોજ સિનેમા ઘરોમાં રિલીઝ થવાની છે.
દો ઔર દો પ્યાર ફિલ્મમાં વિદ્યા બાલન અને પ્રતીક ગાંધી ઉપરાંત ઇલિયાના ડિક્રુઝ અને સેંથિલ રામમૂર્તિ પણ મુખ્ય ભૂમિકામાં છે. ટીઝરમાં જોઈ શકાય છે કે વિદ્યા બાલન અને સેંથિલ એકબીજાના પ્રેમમાં છે અને ઇલિયાના ડિક્રુઝ તેમજ પ્રતિક ગાંધી એકબીજાને પ્રેમ કરે છે.
દો ઓર દો પ્યાર ફિલ્મનું નિર્દેશન શીર્ષા ગુહા ઠાકુરતા એ કર્યું છે. આ તેની ડેબ્યુ ફિલ્મ છે. ચર્ચા છે કે દો ઓર દો પ્યાર ફિલ્મ વર્ષ 2017 માં આવેલી વિદેશી ફિલ્મ ધ લવર્સની સ્ટોરી પર આધારિત છે. આ ફિલ્મના ટીઝર પહેલા બુધવારે આ ફિલ્મના બધા જ કલાકારોનો ફર્સ્ટ લુક શેર કરવામાં આવ્યો હતો.
દો ઔર દો પ્યાર ફિલ્મના ટીઝરને વિદ્યા બાલને તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યું છે. આ ટીઝર શેર કરીને કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે, "આ ઉનાળામાં પ્રેમની એવી ગરમી મહેસુસ કરો જે તમને આશ્ચર્યચકિત અને ભ્રમિત કરી થકાવી દેશે." આ ટીઝર પર સોશિયલ મીડિયા યુઝર્સ પણ અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. ખાસ તો વિદ્યા બાલન અને સેંથિલની જોરદાર કેમેસ્ટ્રી જોઈ લોકો ફિલ્મ જોવા આતુર લાગે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટ્રમ્પના એક આદેશથી હજારો શરણાર્થીઓ બેઘર થશે, જાણો ભારતીયો પર કેટલું સંકટ
January 24, 2025 04:59 PMજામનગર જિલ્લામાં પશુઓની ૫૫ ટકા વસ્તી ગણતરી સંપન્ન
January 24, 2025 04:56 PMઆ એક વસ્તુને લીંબુમાં મિક્સ કરીને વાળમાં લગાવવાથી ડેન્ડ્રફ થઇ જશે દૂર
January 24, 2025 04:51 PMજાણો દરરોજ એક અંજીર ખાવાના શ્રેષ્ઠ ફાયદાઓ
January 24, 2025 04:45 PMગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં પર્યટન સ્થળો પર જાણો કેટલા સહેલાણીઓ ઉમટ્યા, આંકડો જાણી ચોકી જશો
January 24, 2025 04:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech