ધુનડામાં વૃદ્ધ ખેડૂત ઉપર જૂની અદાવતના કારણે હુમલો કરી માથું ફોડુયું

  • June 29, 2024 10:12 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બે પાડોશી સામે ફરિયાદ


જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના ધુનડા ગામમાં રહેતા ૭૬ વર્ષના ખેડૂત બુઝુર્ગ પર જૂની અદાવતનું મન દુઃખ રાખીને બે પાડોશી બંધુઓએ હુમલો કરી માથું ફોડયા ની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે.


આ હુમલાના બનાવની વિગત એવી છે કે જામજોધપુર તાલુકાના ધૂનડા ગામમાં રહેતા અને ખેતી કામ કરતા ગૌરીશંકર ગીગાભાઈ શિલુ નામના ૬૭ વર્ષના વિપ્ર ખેડૂત બુઝુર્ગે જૂની અદાવતના કારણે પોતાના ઉપર પથ્થર વડે હુમલો કરી માથું ફોડી નાખવા અંગે પાડોશમાં જ રહેતા ભીખુભાઈ રતિલાલભાઈ અને મુકેશ રતિલાલભાઈ નામના બે બંધુઓ સામે ફરિયાદ નોંધાવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application