ધોરાજીમાં પરિણીતાને પતિ,સાસુ-સસરાએ માર મારી વાળથી ઢસડી, ઘર બહાર કાઢી મુકી

  • August 07, 2023 11:56 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ધોરાજીમાં પરિણીતાને તેના પતિ અને સાસુ-સસરાએ મારમારી વાળ પકડી ઢસડી ઘર બહાર કાઢી મૂકી અહીં ફરી આવતી નહીં તેવી ધમકી આપી હતી.પરિણીતાએ તેના પતિને ફોન આપ્યો હોય જે પરત માંગતા ઉશ્કેરાઇ આ હુમલો કર્યો હતો.આ અંગે પરિણીતાની ફરિયાદ પરથી પોલીસે ત્રણેય સામે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી. ધોરાજીમાં ચકલા ચોક હારૂન છાપાવાળી શેરીમાં રહેતી બેનજીર(ઉ.વ ૨૫) નામની પરિણીતાએ નોંધાવેલી પોલીસ ફરિયાદમાં આરોપી તરીકે પતિ હુસેન બાબુભાઇ ભટ્ટી અને સાસુ જેનુબેન અને સસરા બાબુભાઇ ભટ્ટીના નામ આપ્યા છે.પરિણીતાના લગ્ન સાત વર્ષ પૂર્વે હુસેન ભટ્ટી થયા હતાં.લગ્નજીવન થકી સંતાનમાં સાત વર્ષની દીકરી છે.
​​​​​​​
બનાવ અંગે પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,ગઇકાલે રાત્રીના દસ વાગ્યા આસપાસ તે ઘરે હતી.ત્યારે તેનો પતિ જે બપોરના સમયે તેણીનો મોબાઇલ લઇ ગયો હોય તે ફોન પરત માંગતા પતિ ઉશ્કેરાયો હતો અને ગાળો આપી કહેવા લાગ્યો હતો.કે મોબાઇલ પૈસાની જરૂર હોવાથી વેચી નાખ્યો છે.અને હવે દેવો નથી તારાથી થાય તે કરી લે.દરમિયાન સાસુ જેનુબેન અને સસરા બાબુભાઇ પણ નીચે આવતા પતિ અને સાસુ ઢીકાપાટુનો મારમારવા લાગ્યા હતાં.બાદમાં પરિણીતા પડી જતા સાસુએ વાળ પકડી ઘરની બહાર ધક્કો મારી કાઢી મુકી કહ્યું હતું કે,તું અહીંથી જતી રહે હવે જો પાછી આવીશ તો તને જાનથી મારી નાખીશું.જેથી પરિણીતા ગભરાઇ બહેન જમનાબેનના ઘરે જતી રહી હતી.અને ત્યારબાદ તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.બાદમાં તેણેે આ ફરિયાદ નોંધાવતા પોલીસે પરિણીતાના પતિ અને તેના સાસુ-સસરા સામે આઇપીસીની કલમ ૩૨૩,૫૦૪,૫૦૬(૨),૧૧૪ મુજબ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application