ધોરાજીમાં નાનાભાઈની માથાકૂટમાં મોટાભાઈ પર છરીથી હુમલો કરાયો

  • November 10, 2023 01:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ધોરાજીમાં યુવાન પર પિતા-પુત્ર છરી વડે હુમલો કરતા યુવાનને પ્રથમ ધોરાજી બાદમાં જુનાગઢ અને ત્યારબાદ રાજકોટ સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. યુવાન ભાઈની માથાકૂટમાં વચ્ચે પડતા તેના પર આ હુમલો કરવામાં આવ્યો હતો. આ અંગે પોલીસે પિતા-પુત્ર સામે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.બનાવની જાણવા મળતી વિગતો મુજબ, ધોરાજીમાં ઉપલેટા રોડ પર રાધાનગરમાં રહેતા ઇમરાન ઈકબાલશા શાહામદાર (ઉ.વ ૨૯) નામના યુવાને ધોરાજી પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં અહીં ધોરાજીમાં જ રહેતા મુન્નાભાઈ મેમણ અને ફૈઝાન મેમણના નામ આપ્યા છે.
​​​​​​​
યુવાને પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે ગઈકાલે બપોરના ત્રણેક વાગ્યા આસપાસ જ જલગંગા સોપારી એજન્સીની સામે આશા પાનની દુકાને માવો ખાવા માટે ગયો હતો ત્યારે તેનો નાનો ભાઈ આશિફ અહીં આવ્યો હતો અને તેણે વાત કરી હતી કે, મને મુન્ના મેમણનો ફોન આવેલ કે તારા કારણે જ મારા દીકરા ફૈઝાનને જલગંગા સોપારી એજન્સીમાંથી નોકરીથી છૂટો કરી દીધો છે હું તને ત્યાં મારવા આવું છું જેથી યુવાને કહ્યું હતું કે, હું અહીં જ છું આપણે તેની સાથે ઝઘડો કરવો નથી શાંતિથી વાત કરીશું.
દરમિયાન મુન્નો મેમણ અને તેનો પુત્ર ફૈઝાન આવ્યા હતા અને ફૈઝાને કમર પટ્ટા વડે આશિફ પર હુમલો કર્યો હતો અને તેને માર મારવા લાગતા ફરિયાદી ઇમરાન વચ્ચે પડતા મુન્નાએ છરી કાઢી આસિફને મારવા જતા ઇમરાન વચ્ચે પડતા છરી તેને માથાની ડાબી બાજુ લાગી ગઈ હતી બાદમાં આ છરી કોણીના ભાગે મારી દીધી હતી જેથી યુવાનને લોહી નીકળવા લાગતા આ પિતા-પુત્ર ભાગી ગયા હતા અને જતાં જતાં ધમકી આપી હતી કે, હવે અમારી સામે પડ્યા તો તમને જીવતા નહીં રહેવા દઈએ. હુમલામાં ઘવાયેલા યુવાનને પ્રથમ ધોરાજી બાદમાં જુનાગઢ અને ત્યારબાદ રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. ત્યારબાદ તેણે આ ફરિયાદ નોંધાવી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application