BREAKING NEWS

ધોરાજીમાં વૃધ્ધને વ્યાજે પૈસા આપી વ્યાજખોરે 12 તોલા સોનુ પડાવી લીધું

  • April 29, 2026 10:20 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ ધોરાજીમાં વ્યાજખોરીનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. વૃધ્ધને 3 લાખ વ્યાજે આપી વ્યાજ ઉપરાંત ગીરવે મૂકેલું 12 તોલા સોનુ પડાવી લેતા ધોરાજી પોલીસે વ્યાજખોર મુરલીધર ભાયાણી સામે ગુનો નોંધ્યો છે.પ્રાપ્ત વિગત મુજબ ધોરાજીના ભૂખી ગામે રામપીરના મંદિર પાસે રહેતાં અને નિવૃત જીવન જીવતા માવજીભાઈ વિરજીભાઈ મકવાણા (ઉ.વ.૭૨)ના વૃદ્ધએ ધોરાજી પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, આશરે ૩૫ વર્ષ પહેલા તેઓ ધોરાજીના સુપેડી ગામ આવેલ સોલ્વટ પ્લાન્ટ નોકરી કરતા હતા ત્યારે પ્લાન્ટમાં મુરલીધર ભાયાણી ભાગીદાર હતા. જેથી તેની સાથે ઓળખાણ થતા આર્થીક વ્યવહાર પણ કર્યા હતા. આઠેક વર્ષ પહેલા મોટા દિકરા મહેશના પત્નીની કેન્સરની બીમારી અને પોતાનું એક્સીડન્ટ થતા પૈસાની જરૂરિયાત ઉભી થવાથી મુરલીધર ભાયાણી પાસે આશરે ૧૦ થી ૧૨ તોલા સોનુ ગીરવે રાખી રૂ.૩ લાખ ૨ ટકા વ્યાજે લીધા હતા..વ્યાજના રૂ 6 હજાર ત્રણ વર્ષ સુધી આપ્યા હતા બાદમાં આર્થીક સ્થિતિ બરાબર થઇ જતા મુરલીધર પાસે ગીરવે મુકેલા દાગીના પરત લેવા ગયા હતા અને કહ્યું હતું કે, અમારા દાગીના પરત આપો તમારા રૂ.3 લાખ અમે આપી દઈએ છીએ પરંતુ તેના દ્વારા આજે અને કાલે એમ કરીને દિવસો કાઢી બાદમાં કહ્યું હતું કે, તમારે ચાર લાખ રુપીયા આપવાના છે એ આપી જાવ અને તમારા દાગીના લઇ જજો..તેના કહેવા મુજબ ચાર લાખ રુપીયા લઈને ગયા હતા આ પૈસા યોગી પાને આપવાનું કહેતા પૈસા ત્યાં બેઠેલા રાજુભાઈને આપતા તેણે ઘરેણા આપ્યા હતા જે જોતા તેમાથી ત્રણ દાગીના ઓછા હોય આથી અમે દાગીના લીધા નહતા અને રાજુભાઈ પાસેથી પૈસા પરત લઈ લીધા હતા બાદ મુદ્દલ રુપિયા ત્રણ લાખ તેમને આપવા હોય પરંતુ તે જ્યારે પણ મોબાઈલ ફોનથી કે રુબરુ જઈ સંપર્ક કરતા ત્યારે કોઈપણ બહાના કરી ફોન કાપી નાખે છે અને રુબરુ મળે તો ગલ્લા તલ્લા કરવા લાગતો હતો. આથી તપાસ કરતા જાણવા મળેલ કે, મુરલીધરને સોનુ પાછું ન આપવું હોય અમારી સાથે છેતરપીંડી કરી છે. પોલીસે વૃધ્ધની ફરિયાદના આધારે મુરલીધર ભાયાણી સામે ગુનો નોંધી ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે...



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application