ચોટીલા યાત્રાધામમાં જાહેરમાં ધમધમી રહ્યા છે જુગારના હાટડા, શ્રધ્ધાળુઓમાં રોષ

  • July 26, 2024 12:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પવિત્ર યાત્રાધામમાં જેની ગણનાં ાય છે તેવા માતાજીનાં ધામ ચોટીલા શહેરમાં કેટલાક દિવસોી ડીઝીટલ જુગારની જાહેરમાં હાટડી ખુલતા લોકોમાં ચર્ચા નો વિષય બનેલ છે અને હપ્તાખોરીએ લોકલાજ છોડી દિધાની પણ ચર્ચા ઉઠી છે જે અંગે રાજ્યનાં ગૃહ વિભાગ સુધી જાણ કરી યાત્રાધામની ગરીમા ને બચાવવા રજૂઆત કરવામાં આવી છે.



ચોટીલા શહેરમાં ઉઠેલી માહિતી મુજબ ચોટીલાનાં નગરના પ્રતિનિધિઓની સતત અવરજવર રહેતી હોય તેવા મુખ્ય ચોક પાસે ખુલ્લ ેઆમ ઓનલાઈન જુગારધામ પરમીટેડ હોય તેમ ખુલેલ છે અને એક ના દશ જીતવાની લાલચે લોકો રમવા પણ જાય છે કોમ્પ્યુટરાઇઝ જુગાર માટે સામે રાખેલ ટીવી સ્ક્રીન ઉપર કેટલાક પિક્ચરો હોય છે તે પૈકી કોઇ પણ ઉપર રમનાર દાવ નોંધાવે છે અને તેને પ્રિન્ટર દ્વારા તે દાવ ની પર્ચી કાઢી આપવામાં આવે છે અડધો કલાક પછી તેનું રિઝલ્ટ જાહેર ાય છે જે કી રૂપિયાની હારજીત કરાય છે.



પોલીસ બેડામાં આ બાબતે ખાનગી ચર્ચા મુજબ ઉપરની કહેવાતી બ્રાન્ચો દ્વારા મીઠી મંજૂરી હોવાી સનિક કક્ષાએ હા નાખવામાં દાઝી જવાનો ડર સતાવી રહ્યો છે અને ના છુટકે આંખ આડા કાન કરવા પડે છે.
આમતો ચોટીલાનાં અનેક અગ્રણીઓ ખૂબ જાગૃત હોવાની છાપ ઉપજાવે છે તેમજ પોલિસ પણ કડક હોવાની છાપ ધરાવે છે તેમ છતા ચોટીલાનાં યુવાધનને તેમજ સામાન્ય મજદુરી કરતા પરિવાર માટે આવો જુગાર મોટૂ દુષણ બની રહેલ હોવાનું કહેવાય છે ત્યારે બધું જ જાણતા હોવા છતા દેખાતી આંખે પાટા બાંધવા જેવું વર્તન જાણી જોઈને કરાતું હોય તેવો તાલ સર્જાયો છે.ચોટીલાનાં પ્રબુદ્ધ નાગરિકો આ યાત્રાધામની ઝંખવાતી ગરીમા ને બચાવવા ગૃહ વિભાગ દ્વારા કડક વલણ અપનાવી દૂષણ સામે પગલા ભરાય અને આની પાછળ ખાનગી આશિર્વાદ આપનારા સામે કાર્યવાહી કરવામાં આવે તેવી રજૂઆત ખાનગીમાં ગૃહમંત્રીને કરાઇ હોવાનું જાણવા મળેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application