ચોટીલાના દેવસરમાં લઘુશંકા જેવા પ્રશ્ને તલવાર અને બંદૂક નીકળી!!

  • November 27, 2023 12:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ચોટીલાનાં દેવસર ગામે શનિવારનાં ઘર સામે લઘુશંકા ના કરવા માટે યુવાનને ટપારતા ઝઘડાનો બનાવ બનતા ત્રણ વ્યકિત સામે તલવાર અને લોડેડ બંદુક કાઢી ગાળા ગાળી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો બનાવ બનતા પોલુસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.ઘટના અંગે મળતી વિગતો મુજબ કાયદેસર અને ગેરકાયદેસર પથ્થરોની ખાણોના ખનન તેમજ સિલિકા અને પથ્થરો દળવાના કારખાના ભડીયા થી ચોટીલાનું દેવસર ગામ વર્ષો થી જાણીતું છે ગામના રહીશ ફરિયાદી નાગભાઈ ગોવિંદભાઇ મેસરીયાના ઘર સામે કાનાભાઇ સવદાસભાઇ મોઢવાડીયા રહે, જામનગર વાળો લઘુશંકા કરવા માટે ઉભા રહેતા ફરિયાદી મમ્મીએ પોતાના ઘર સામે કરવાની ના પાડતા આરોપી એકદમ  ઉશ્કેરાય જઈ જમીન અમારી છે અમારી જમીન ઉપર ગમે તે કરીએ કહી બોલાચાલી ઝગડો કરી ગાળો આપી જાન થી મારી નાખવાની ધમકી આપી હતી
​​​​​​​
તેમજ બીજા આરોપી નાઝભાઇ ઇકબાલભાઇએ હાથમાં તલવાર રાખી ગાળો આપી અને ત્રીજી વ્યક્તિ ખીમજીભાઇ ભીમાભા સીસોદીયાએ પોતાના પરવાનો વાળો એક જોટો (બંદુક) હાથમાં લઇ આવી ઝઘડો કરી જેમ ફાવે તેમ ગાળો આપતા ત્રણેય વિરૂધ્ધ ગુનો નોંધાવેલ છે.
ઝગડામાં સ્થાનિક ગામ લોકો એકઠા થઈ જતા આરોપના હાથમાંથી જોટો બંદુક છીનવી લીધી હતી અને પોલીસને સોપેલ હતી અને રાત્રે મોટી સંખ્યામાં પોલીસ મથકે ગ્રામજનો દોડી આવ્યા હતા
ખનીજ ખનનની છબી ધરાવતા નાનકડા ગામમાં સામાન્ય બોલચાલીમાં તલવાર બંદુક જેવા હથિયાર નિકળેલ છે જેને ગ્રામજનો દ્વારા જોટો આચકવાનો વાયરલ વિડીયો જોતા પંથકની કાયદો વ્યવસ્થા સામે પ્રશ્નાર્થ સર્જાયો છે.
ખરેખર ઝઘડાનું કારણ સામાન્ય બોલાચાલીમાં કે અન્ય કંઇ છે? તે સવાલ સાથે આવનાર દિવસોમાં દેવસર ગામે માથાકૂટ વરવું સ્વરૂપ ન પકડે તે માટે સજાગતા  દાખવવી જરૂરી જણાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application