આ વર્ષે ગુજકેટની પરીક્ષા રવિવારે: સીબીએસઇમાં ધો.૧૨ની પરીક્ષાના લીધે તારીખ બદલવી પડી

  • December 16, 2023 02:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સીબીએસઇની પરીક્ષાની જાહેર થયા બાદ હવે ગુજકેટની પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે તાજેતરમાં સીબીએસઇ દ્રારા ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ની બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો હતો જેમાં બીજી એપ્રિલે ધોરણ ૧૨ સાયન્સ વિષય ની પરીક્ષા હોવાથી ગુજકેટ આપનાર વિધાર્થીઓને મુશ્કેલીઓ પડે તેમ હોવાથી શિક્ષણ બોર્ડ દ્રારા ગુજકેટની પરીક્ષા ની તારીખ બદલવી પડી અને હવે ૩૧ માર્ચે આ પરીક્ષા લેવાશે. ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહ પછી એન્જિનિયરિંગ અને ફાર્મસી ના અભ્યાસક્રમોમાં પ્રવેશ માટેની ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ લેવામાં આવતી હોય છે જે આ વખતે બોર્ડ દ્રારા ઘણા સમય અગાઉ જાહેર કરી દેવામાં આવી હતી તે મુજબ બીજી એપ્રિલે ગુજકેટની પરીક્ષા લેવામાં આવવાની હતી પરંતુ તાજેતરમાં સેન્ટ્રલ બોર્ડ દ્રારા ધોરણ ૧૦ અને ૧૨ ની પરીક્ષા નો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો જેમાં ગુજકેટની આ પરીક્ષાની તારીખના દિવસે જ ધોરણ ૧૨ સાયન્સ ની પરીક્ષા હોવાથી ઘણા વિધાર્થીઓ જે સી બી એસ ઇ ના છે તેઓ પણ ગુજકેટની પરીક્ષા આપતા હોય છે જેથી એક જ દિવસે આ બે પરીક્ષા લેવામાં મુશ્કેલી ઊભી થતી હોવાથી ગુજરાત બોર્ડ એ ગુજકેટ ની તારીખ બદલવી પડે છે. ૩૧ માર્ચે રવિવાર છે પરંતુ અન્ય દિવસોમાં બીજી પરીક્ષા હોવાથી બોર્ડ આ વર્ષે રવિવારે પણ પરીક્ષા લેશે.હાલમાં ધોરણ ૧૦ અને ૧૨ ના પરીક્ષા પત્રો લેટ ફી સાથે ભરવામાં આવી રહ્યા છે. યારે ગુજકેટની પરીક્ષાના ઓનલાઈન ફોર્મ ભરવાનું હજુ શ થયું નથી ટૂંક સમયમાં ફોર્મ ભરવાની તારીખ જાહેર કરવામાં આવશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application