બિહારમાં 6 વર્ષનો વિદ્યાર્થી બંદૂક લઈને આવ્યો શાળામાં, ત્રીજા ધોરણના વિદ્યાર્થીને મારી ગોળી

  • July 31, 2024 02:47 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


​​​​​​​બિહારના સુપૌલમાં આજે (31 જુલાઈ) સવારે 3 ધોરણમાં ભણતા વિદ્યાર્થીને અન્ય એક છોકરાએ ગોળી મારી હતી. આ ઘટના ત્રિવેણીગંજના લાલપટ્ટીમાં આવેલી એક ખાનગી બોર્ડિંગ સ્કૂલમાં બની હતી. જેને ગોળી વાગી છે તે વિદ્યાર્થીનું નામ મોહમ્મદ છે આસિફ છે. તેની ઉંમર 10 થી 12 વર્ષની આસપાસ હશે. ગોળી તેના ડાબા હાથની હથેળીમાં વાગી હતી અને તેમાંથી આરપાર થઈ ગઈ હતી. જોકે  ગોળી ચલાવવાનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી.


મો. આસિફને સારવાર માટે સબ-ડિવિઝનલ હોસ્પિટલ ત્રિવેણીગંજમાં દાખલ કરવામાં આવ્યો છે. તેની અહીં સારવાર ચાલી રહી છે. જોકે તેની હાલત ખતરાની બહાર છે. આ ઘટના બાદ શાળામાં ચકચાર મચી ગયો હતો. આ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી.


બાળક સુધી હથિયાર કેવી રીતે પહોંચ્યું તે અંગે પોલીસ તપાસ કરી રહી છે


હાલ આ સમગ્ર મામલે સૌથી મોટો સવાલ એ ઉઠી રહ્યો છે કે બાળક પર ગોળી ચલાવનાર બાળક પાસે હથિયાર આવ્યું કેવી રીતે? પોલીસ આ અંગે તપાસ કરી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ગોળી મારનાર વિદ્યાર્થી પણ આ શાળાનો જ બાળક છે. તેની ઉંમર 6-7 વર્ષની આસપાસ હશે. સ્થાનિક લોકોએ જણાવ્યું કે અગાઉ ફાયરિંગ કરનાર વિદ્યાર્થીના પિતા આ સ્કૂલમાં ગાર્ડ તરીકે કામ કરતા હતા. ગોળી ચલાવનાર વિદ્યાર્થી નર્સરીમાં અભ્યાસ કરે છે.


આરોપી વિદ્યાર્થીના પિતા શાળામાંથી ભાગી ગયા હતા


આ મામલે ઈજાગ્રસ્ત વિદ્યાર્થીના પરિવારના સભ્ય(કાકા)એ જણાવ્યું કે શાળાના પ્રિન્સિપાલે જાણ કરી કે તમારા બાળક મોહમ્મદ આસિફને ગોળી વાગી છે, હોસ્પિટલએ આવો. આરોપી વિદ્યાર્થીના પિતાને જાણ થતાં તેઓ પણ શાળાએ પહોંચ્યા હતા. તેણે ઝડપથી પ્રિન્સિપાલના ટેબલ પરથી બંદૂક લીધી અને તેના પુત્ર સાથે સ્કૂલની દિવાલ કૂદીને ભાગી ગયો. તેણે પોતાનું બાઇક શાળામાં જ છોડી દીધું હતું. ઘાયલ વિદ્યાર્થીના પરિવારજનોએ આ સમગ્ર મામલે શાળા પ્રશાસન અને પોલીસ પાસે તપાસની માંગ કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News