શ્રાવણના પ્રથમ સોમવારે જ બિહારના હાજીપુરથી એક દર્દનાક દુર્ઘટના સામે આવી છે. હાજીપુરમાં જલાભિષેક કરવા જઈ રહેલા ભક્તોનું વાહન હાઈ ટેન્શન વાયર સાથે અથડાયું હતું. જેના કારણે વીજ શોક લાગવાથી 8 લોકોના મોત થયા છે. ગ્રામજનોએ આ ઘટના માટે વિજળી વિભાગ પર ભયંકર બેદરકારીનો આરોપ લગાવ્યો હતો અને જ્યારેએસડીએમ અને પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે ગ્રામજનોએ હોબાળો મચાવી મુક્યો હતો. આ અકસ્માત હાજીપુર ઈન્ડસ્ટ્રીયલ પોલીસ સ્ટેશન વિસ્તારના સુલતાનપુરમાં થયો હતો. અહીં શ્રાવણ મહિનામાં ગામના છોકરાઓ દર સોમવારે નજીકના હરિહરનાથ મંદિરમાં જલાભિષેક કરવા જતા હતા. રવિવારે રાત્રે પણ છોકરાઓ જલાભિષેક માટે નીકળ્યા હતા. આ છોકરાઓએ પ્રવાસ માટે ટ્રેક્ટર-ટ્રોલી પર ડીજેની પણ વ્યવસ્થા કરી હતી. આ ગામમાં રોડ ઉબડખાબડ હોવાને કારણે ટ્રેક્ટર ટ્રોલી રોડ ઉપરથી પસાર થતી હાઇ ટેન્શન લાઇન સાથે અથડાઇ હતી. ઈલેક્ટ્રીક કરંટને કારણે ટ્રોલી પર સવાર છોકરાઓ દાઝી ગયા અને અરાજકતા દરમિયાન ઘણા લોકો વીજ કરંટ લાગ્યા. જેના કારણે 8 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત હુમલો કરશે એવા ડરથી ફફડી ઉઠેલા પાકિસ્તાને ચીનની મદદ માગી
April 26, 2025 03:10 PMમાત્ર એક જ વાર ડિસ્પોઝેબલ કપમાં ચા પીવાથી શરીરમાં 25,000 માઇક્રોપ્લાસ્ટિક કણો પ્રવેશે છે
April 26, 2025 02:39 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech