ઉપલેટાના ભીમોરામાં નવ માસની માસૂમ બાળકીને એસિડ પાઈ માતાનો આપઘાત

  • January 29, 2024 01:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઉપલેટાના ભીમોરા ગામે રહેતી પરિણીતાએ ૯ માસની માસૂમ પુત્રીને એસિડ પાઈ પોતે એસિડ પી આપઘાત કરી લીધાનો બનાવ પાટણવાવ પોલીસ મથકે નોંધાયો છે. ગૃહ કંકાસના કારણે પરિણીતાએ આવું આત્મઘાતી પગલું ભર્યાનું પ્રાથમિક તબક્કે બહાર આવ્યું છે. ગંભીર હાલતમાં બાળકીને સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ છે. પોલીસે મૃતક મહિલા સામે પુત્રીની હત્યાની કોશિષ કર્યાના આરોપસર મહિલાના પતિની ફરિયાદ આધારે ગુનો નોંધ્યો છે.

ઘટના પ્રા માહિતી મુજબ ઉપલેટાના મઘરવાડા ગામની મનિષાબેન ઉર્ફે સુમીબેન ઉ.વ.૨૨ના લ બે વર્ષ પૂર્વે ઉપલેટાના ભીમોરા (લાઠ) ગામે જગા ગાંડાભાઈ મકવાણા ઉ.વ.૨૭ સાથે થયા હતા. સંતાનમાં ૯ માસની પુત્રી ધાર્મિ છે. જગાને ત્રણ ભાઈ છે અને ખેતી કામ કરે છે. સંયુકત કુટુંબમાં રહે છે. બાળકી નાની હોવાથી જગાની પત્ની મનિષા વાડીએ ખેતી કામે જતી નહીં. ઘરકામ સંભાળતી હતી. ગઈકાલે પરિવારજનો વાડીએ ગયા હતા. માતા–પુત્રી મનિષાબેન તથા ધાર્મિ ઘરે હતા.

ઘરે કોઈ ન હતું એ સમયે પરિણીતાએ એસિડ પી લીધું હતું. પોતે આપઘાત કરી લેશે પછી માસૂમ પુત્રીનું શું થશે? એવા વિચારે અથવા આવેશમાં આવી ૯ માસની પુત્રીને પણ એસિડ પાઈ દીધું હતું. એસિડ પી જનાર માતા–પુત્રીને ગંભીર હાલતમાં ઉપલેટા સારવારમાં ખસેડાયા હતા. જયાં બપોર બાદ પરિણીતા મનીષાએ દમ તોડયો હતો.

બાલકીની તબિયત વધુ નાજૂક થતાં સારવાર અર્થે રાજકોટ ખાનગી હોસ્પિટલમાં લવાઈ હતી. ત્યાંથી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. જગદીશભાઈ ઉર્ફે જગાભાઈના નજીકના સગા થતાં કિશનભાઈ ગોવિંદભાઈ સહિતના બાળકીને રાજકોટ સારવારમાં લાવ્યા છે.

કિશનભાઈના કહેવા મુજબ બે વર્ષ પહેલા બન્નેના લ થયા હતા. મનિષાબેન ઉપલેટા પાસેના મઘરવાડા ગામના છે. હાલના તબક્કે તો ઘર કંકાસ અને મનિષાબેન ઉગ્ર સ્વભાવમાં આવીને આવું કરી લીધાનું જાણવા મળે છે.
ઘટના સંદર્ભે પાટણવાવના ઈન્ચાર્જ પીએસઆઈ આર.વી.ભીમાણીએ આપઘાત કરવા પાછળનું કારણ તથા સમગ્ર બનાવની તપાસ હાથ ધરી છે.


એસિડ પીને મહિલાએ પતિને ફોન કર્યેા હતો

ઘરે એકલી હતી ત્યારે પરિણીતા મનિષાબેને એસિડ પી અને માસૂમ પુત્રીને પણ પાઈ દીધા બાદ પતિને ફોન કર્યેા હતો. પોતે એસિડ પી લીધાની જાણ કરતાની સાથે જ વાડીએ રહેલા પતિ તેમજ અન્ય પરિવારજનો ફટાફટ ઘરે પહોંચ્યા હતા. ગંભીર હાલતમાં રહેલી માતા–પુત્રીને સારવારમાં ઉપલેટા ખસેડાયા હતા જો કે પરિણીતાનો જીવ બચી શકયો નહોતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application