ભાણવડ તાબેના રોઝડા ગામે રહેતા ભગીરથસિંહ માનસિંહ જેઠવા નામના 48 વર્ષના યુવાન પોતાના ગામે કોલ્ડ્રીંક્સની દુકાનમાં ઠંડુ પીવા ગયા હતા. ત્યારે અહીં એકાદ મહિના પહેલા બનાવવામાં આવેલા પૂલ બાબતે ચાલતી વાતચીત દરમિયાન આ પૂલનું કામ નબળું બન્યું હોવા અંગેની ચર્ચા થતી હતી. અહીં ચોખંડા ગામના રાજશીભાઈ ભીમાભાઈ ખૂંટી નામના શખ્સ દ્વારા ફરિયાદી ભગીરથસિંહને બિભત્સ ગાળો કાઢી, ઢીકાપાટુનો માર માર્યાની તથા ડેરીમાં રહેલું દૂધ ભરવાનું કેન તેમના માથાના ભાગે મારીને ઈજાઓ પહોંચાડવા સબબ ભાણવડ પોલીસ મથકમાં ભગીરથસિંહ જેઠવાની ફરિયાદ પરથી રાજશી ભીમાભાઈ સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધાયો છે.
ખંભાળિયામાં સ્કૂટરની અડફેટે યુવાન ઇજાગ્રસ્ત
ખંભાળિયાના હાપીવાડી વિસ્તારમાં રહેતા રસિકભાઈ જયંતીભાઈ હડીયલ નામના 34 વર્ષના યુવાન તેમના મોટરસાયકલ પર જઈ રહ્યા હતા, ત્યારે પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલી જી.જે. 37 એન. 8265 નંબરના એક્સેસ મોટરસાયકલના ચાલકે તેમને ઠોકર મારતા શરીરના જુદા જુદા ભાગોમાં ઈજાઓ થવા સબબ ખંભાળિયા પોલીસ મથકમાં અજાણ્યા સ્કૂટર ચાલક સામે ગુનો નોંધાયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech