ભાવનગર શહેર નજીક આવેલા અવાણીયા ગામે કંપનીના પ્રોજેકટના નામે છેતરપિંડી કરાઈ હોવાની ઘોઘારોડ પોલીસમાં ફરિયાદ નિંધાઈ હતી. ઘોઘા તાલુકાના અવાણીયા ગામે રહેતા યુવાનને કંપનીના પ્રોજેક્ટમાં કમિશન આપવાનું બહાનું બતાવી રૂપિયા ૧.૫૦ લાખની છેતરપિંડી આચરી હોવાની ઘોઘારોડ પોલીસમાં ફરિયાદ નોંધાતા ચકચાર મચી હતી.
આ બનાવ અંગે મળતી માહિતી અનુસાર ભાવનગર શહેર નજીક આવેલા અવાણીયા ગામે કંપનીના પ્રોજેક્ટમાં યુવાન સાથે કમિશનના નામે છેતરપિંડી કરાયાની ફરિયાદ નોંધાઈ હતી. ઘોઘા તાલુકાના અવાણીયા ગામે રહેતા કુલદીપસિંહ મહેન્દ્રસિંહ ગોહિલે ઘોઘરોડ પોલીસ મથકમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે, કુલદીપસિંહને વર્ષ-૨૦૨૧માં અમુબેન બાલાભાઈ ચૌહાણએ વાત કરી હતી. કે એમસીએલ કંપની દ્વારા એમવીપી પ્રોજેકટ જેને આપવામાં આવશે તેમણે રૂપિયા ૧,૫૦,૦૦૦ કંપનીમાં ભરવાના થશે. અને એમવીપી પ્રોજેકટ લેનારને કંપની ૨૦૦ મીટરનો સેડ, ૪૦ લાખનુ મશીન, ૨ વાહન, ૧૫ મજુરો, ડ્રાઇવર અને એમવીપી ધારકનુ રો-મટીરીયલમાં ૨૫ ટકા કમીશનની વાત કરી હતી. દરમિયાનમાં કુલદીપસિંહએ રૂ.૧,૫૦,૦૦૦ તેમની ઓફીસે આપ્યા હતા. પરંતુ આ પ્રોજેક્ટ કુલદીપસિંહને મળ્યો નહી. અને તેઓને પ્રોજેક્ટ નહિ મળતા કુલદીપસિંહ દ્વારા અમુબેને પૂછવામાં આવતા અવાર નવાર ખોટા વાયદાઓ આપતા હતા. અને કુલદીપસિંહ પાસે એમઓયું કરાવેલ હોય તેના પર કેસ કરવાની ઘમકી આપી હતી. આજદીન સુધી કુલદીપસિંહને મશીન આપ્યું ન હતું. દરમિયાનમાં કુલદીપસિંહએ પૈસા પરત આપવાનું કહેતા જણાવેલ કે પૈસા એમસીએલ કંપનીમાં જમા કરવી દીધેલ છે. કુલદીપસિંહ અને તેની સાથેના વ્યક્તિઓએ એમસીએલ કંપનીમાં તપાસ કરતા વૈભવભાઇ સાવંતએ કુલદીપસિંહને જણાવેલ કે ઘોઘા તાલુકાના કોઈ પણ પૈસા અમુબેને કંપનીમાં જમા કરાવેલ નથી. અમુબેન બાલાભાઈ ચૌહાણએ કુલદીપસિંહ. તથા સાથે અન્ય ખેડુતોના પૈસા એમ.સી.એલ કંપનીમા રોકવા માટે આપેલ જે પૈસા તેઓએ કંપનીમા નહી રોકી કુલદીપસિંહની સાથે છેતરપીંડી વિશ્વાસધાત કયો હોવાની ફરિયાદ ઘોઘારોડ પોલીસ મથકમાં ફરિયાદના આધારે મહિલા વિરૂધ્ધ આઈપીસી ૪૦૬,૪૨૦ મુજબ નોંધાવતા ઘોઘારોડ પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર : ઉત્તર ભારતીયો દ્વારા છઠ્ઠ મૈયાની પૂજા-અર્ચના કરાઇ
November 07, 2024 07:37 PMટ્રમ્પ ફરી સત્તા પર આવવાથી બાંગ્લાદેશની વધી ચિંતા
November 07, 2024 05:43 PMયુપીના શાહજહાંપુરમાં ખેતરમાથી મળ્યો હથિયારનો ખજાનો
November 07, 2024 05:38 PMકર્ણાટકમાં બસ ડ્રાઈવરને ચાલુ બસે આવ્યો હાર્ટ એટેક, મહામહેનતે કંડક્ટરે બસ પર મેળવ્યો કાબુ
November 07, 2024 05:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech