ઓસ્ટ્રેલિયામાં 2 હેલિકોપ્ટર્સની હવામાં થઈ જોરદાર ટક્કર, 4 લોકોના દર્દનાક મોત

  • January 03, 2023 01:35 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

Aajkaalteam
ઓસ્ટ્રેલિયામાં 2 હેલિકોપ્ટર્સની હવામાં જોરદાર ટક્કર થવાની ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં 4 લોકોના દર્દનાક મોત થયા છે. આ દુર્ઘટનામાં એક હેલિકોપ્ટરની વિન્ડસ્ક્રીનમાં નુકસાન થયું છે. આ હેલિકોપ્ટરના મુસાફરોને પણ તબીબી સહાય મળી રહી છે. ક્રેશના ફૂટેજમાં એક હેલિકોપ્ટર ટેકઓફ પછી તરત જ બીજા હેલિકોપ્ટર સાથે અથડાયું હોવાનું જોવા મળ્યું છે.
        
ઓસ્ટ્રેલિયાના બીચ પર બે હેલિકોપ્ટર વચ્ચે જોરદાર ટક્કર થતાં ચાર મુસાફરોના મોત નીપજ્યાં છે અને ત્રણ અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. તેમને તત્કાળ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ક્વીન્સલેન્ડના પોલીસ કાર્યકારી નિરીક્ષક ગેરી વોરેલે આ ઘટના અંગે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, ગોલ્ડ કોસ્ટના ઉત્તરીય બીચ મેઇન બીચના સી વર્લ્ડ થીમ પાર્ક નજીક એક હેલિકોપ્ટર લેન્ડ થઈ રહ્યું હતું ત્યારે બીજું હેલિકોપ્ટર ટેક ઓફ થવા જતાં ટક્કર થઈ હતી. એક હેલિકોપ્ટર કિનારે સુરક્ષિત રીતે ઉતર્યું હતું, પરંતુ બીજા હેલિકોપ્ટરનો કાટમાળ વિખરાઈ ગયો હતો. તેના સુધી પહોંચવું પણ મુશ્કેલ હતું. આ ઘટનામાં મૃત્યુ પામેલા અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા તમામ લોકો મુસાફર હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application