આર્ટિકલ 370માં યામિ મચાવશે તહેલકો : ફિલ્મનું દમદાર ટ્રેલર રીલીઝ

  • February 09, 2024 12:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



યામી ગૌતમે આર્ટિકલ 370 ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરી દીધુ છે. આ ટ્રેલરમાં જોઈ શકાય છે કે કાશ્મીરમાં સ્થિતિને સુધારવા માટે આર્ટિકલ 370ને લાગુ કરવા માટે શું શું કરવામાં આવ્યું હતું.ફિલ્મમાં આર્ટિકલ 370 લાગુ કરવાની સ્ટોરી કવર કરવામાં આવી છે.કાશ્મીરની સંપૂર્ણ સ્ટોરી બતાવે છે આ ફિલ્મ.

યામી ગૌતમની મચઅવેટેડ ફિલ્મ આર્ટિકલ 370 નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ ટ્રેલરમાં બતાવવામાં આવ્યું છે કે કાશ્મીરમાં 'આર્ટિકલ 370' હટાવવા પર કેવી સ્થિતિ હતી. કાશ્મીરમાં સ્થિતિ બદલવા માટે શું શું કરવામાં આવ્યું હતું. આ ટ્રેલર કાશ્મીરની સંપૂર્ણ સ્ટોરી જણાવે છે. ટ્રેલરમાં યામી ગૌતમ ખુબ જ સુંદર લાગી રહી છે. આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થતાની સાથે જ મિનિટોમાં જ વાયરલ થઈ ગયું છે.

આ ટ્રેલરને સોશિયલ મીડિયા પર યામી ગૌતમે શેર કર્યું છે. યામીએ ટ્રેલર શેર કરતા કેપ્શન લખ્યું- "આખે આખુ કાશ્મીર... ભારત દેશનો ભાગ હતું અને છે અને હંમેશા રહેશે."આ ફિલ્મ માં યામિની અદાકારી જોવી એ પણ લ્હાવો બની રહેશે




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application