અમરેલીમાં યુવક યુ-ટ્યુબ જોઇ રહ્યો હતો ને ઘડાકા સાથે મોબાઇલમાં થયો વિસ્ફોટ  

  • February 21, 2023 05:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ફરી એક વખત મોબાઇલમાં વિસ્ફોટ થવાની ઘટના સામે આવી છે. ત્યારે અમરેલીના જાફરાબાદના નાગેશ્રીના જુના પાદરામાં મોબાઈલમાં વિસ્ફોટ થયો હતો.  વિસ્ફોટ એવા સમયે થયો જ્યારે યુવક યુટ્યુબ જોતો  હતો અને મોબાઈલ તેના હાથમાં હતો.  ત્યારે વિસ્ફોટ થયા બાદ મોબાઈલ અચાનક સળગતા યુવકને ઈજા પહોંચવા પામી હતી. વિસ્ફોટ બાદ મોબાઇલના પાછળના ભાગમાં આગ પણ લાગી હતી.
​​​​​​​

મોબાઇલ યુઝર યુવક જાદવ રાજેશભાઈ બાબુભાઈએ જણાવ્યું હતું કે હું ગત રોજ મોબાઈલમાં યુટ્યુબ,  ફેસબુક જોતો હતો તે સમયે અચાનક મોબાઈલમાં વિસ્ફોટ થયો અને અચાનક મોબાઈલની પાછળના ભાગે આગ લાગી હતી. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application