પાપી મહાપાલિકા; ૪૫ ડિગ્રી તાપમાનમાં મજૂરો પાસે ભરબપોરે ડામરકામ કરાવ્યુ

  • May 20, 2024 03:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પેટનો ખાડો પુરવા માટે કે ઘર પરિવારની જરિયાત પુરી કરવા માટે ગરીબ માણસો મજૂરી કરતા હોય છે પરંતુ મજૂરી કરનાર ગુલામ નથી માણસ જ છે તે ભૂલીને તેની પાસેથી કામ લેવું ન જોઇએ. દરમિયાન રાજકોટ શહેરમાં મહાપાલિકા તંત્રએ માનવધર્મને પણ ભૂલી જઇને આવું પાપ આચરવાની હીન ચેષ્ટ્રા કરી હતી. મહાપાલિકાના સેન્ટ્રલ ઝોન હેઠળના વોર્ડ નં.૭માં ટાગોર માર્ગ ઉપર આજે ભરબપોરે ધોમધખતા તડકે મજૂરો પાસે ડામરકામ કરાવવામાં આવ્યું હતું. ટાગોરમાર્ગ ઉપર એવા કોઈ ખાડા ન હતા કે જે તત્કાલ ન બુરાય તો કોઈ ગંભીર અકસ્માત સર્જાય અથવા લોકો તરફથી પણ કોઇ ફરિયાદ ન હતી કે કોઈ વીવીઆઇપી મહાનુભાવો ત્યાંથી પસાર થવાના ન હતા તેમ છતાં મહાપાલિકા તંત્રએ ટાગોરમાર્ગ ઉપર ગઈકાલે રવિવારથી ડામરકામ ધોળા દિવસે રસ્તો બધં કરાવીને ડામરકામ શ કરાવ્યુ હતું, ગઈકાલે ડીએચ કોલેજ તરફનો રોડ બધં કરી બપોરે ૧૨થી ૪ દરમિયાન ડામરકામ કરાયું હતું ત્યારબાદ આજે હેમુ ગઢવી હોલ તરફનો રોડ બધં કરી તે તરફ ડામરકામ કરાયું હતું.

અહીં સો મણનો સવાલ એ છે કે એક તરફ આજે ખુદ મહાપાલિકા તંત્રએ જ હિટવેવનું રેડ એલર્ટ આપ્યું છે અને આજથી પાંચ દિવસ તાપમાન ૪૫ ડીગ્રી સુધી રહેશે તેવી આગાહી કરી શહેરીજનોને બપોરે ૧૨થી ૪ દરમિયાન બિનજરી બહાર નહીં નીકળવા અપીલ કરી છે અને બીજી બાજુ મહાપાલિકા તત્રં સામાન્ય રીતે ઓછો ટ્રાફિક હોય ત્યારે રાત્રે ડામરકામ કરતું હોય છે પરંતુ હાલમાં કબુધ્ધિ સૂઝી હોય તેમ બપોરે ૧૨થી ૪ વાગ્યા દરમિયાન મજૂરો પાસે વેઠીયાગીરી કરી ડામરકામ કરાવવામાં આવ્યું હતું.
દરમિયાન આ અંગે સિટી એન્જીનિયર રાવલનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે કોન્ટ્રાકટર એજન્સી જો તેમના સ્ટાફ પાસેથી ભરબપોરે કામ લ્યે અને મજૂરોને પણ વાંધો ન હોય તો એમાં અમે શું કરીએ



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application