રાજકોટમાં લોકમેળાની સમાંતર ખાનગી મેળાઓનો પણ દર વર્ષે રાફડો ફાટતો હતો. સારી એવી કમાણી કરી લેતા લોકમેળાના આયોજનો માટે લાખોની ચૂકવણી કરીને ખાનગી મેદાન, જગ્યાઓ ભાડે રાખવામાં આવતી હતી. અત્યાર સુધી નિયમની બાંધછોડ કે આખં આડા કાન અથવા લોલમલોલ ચાલતું હતું પરંતુ આ વખતે સરકારથી લઈ સ્થાનિક તત્રં સુધી કડક હોવાથી લોકમેળા યોજવા આયોજકો માટે દિવાસ્વપ્ન રૂપ બન્યા છે. નિયમોનું પાલન કરે કે કરાવે તો આર્થિક ખોટ ખમવી પડે આ બધી બાબતોને ધ્યાને લઈને ખાનગી મેળાના આયોજકો મેળાઓ યોજવાનું માંડી વાળ્યું હોય તેમ રાજકોટમાં આ વખતે ખાનગી મેળાઓનું ધબોયનમ: થયું છે.
ખાનગી મેળાઓમાં લાખોની કમાણી થતી હોય છે આયોજકો જન્માષ્ટ્રમી પર્વના નામે મેળાઓ એક–એક દોઢ–દોઢ માસ કે તેથી વધુ સમય ચલાવ્યે રાખે છે. રાજકોટનો કલેકટર તત્રં આયોજિત લોકમેળો પાંચ દિવસ ચાલે છે યારે આ ખાનગી મેળાઓ આર્થિક હેતુ સિધ્ધ કરવાના આશયમાત્રથી ચાલતા હોય તે રીતે નવરાત્રી કે દિવાળીના દિવસો નજીક આવે ત્યાં સુધી ધમધમાવ્યે રાખે છે. લોકમેળામાં કલેકટર તત્રં તમામ નિતી–નિયમોનું પાલન કરાવતું રહે છે. અહીં ફડ શાખા પણ સતત ચેકીંગ કરતી રહે છે યારે ખાનગી મેળાના આયોજકો કોઈને કોઈ રીતે કયાંકને કયાંક મોટા છેડાઓ સાથે સંકળાયેલા હોવાથી ત્યાં તત્રં નિયમન પાલન કરાવવા માટે ના છૂટકે આખં આડા કાન કરે અથવા જતું કરવું પડતું હોય છે.
રાજકોટમાં અિકાંડ થયા બાદ જનસુરક્ષાના મામલે હવે સરકાર પણ કોઈ હળવાશ આપવા ઈચ્છતી નથી. જેને લઈને આ વખતે જન્માષ્ટ્રમીના મેળાઓ કે આવા જાહેર આયોજનો માટે ખાસ એસઓપીનો અમલ ફરજિયાત કરાયો છે. ૪૪ નિયમોનું પાલન કરવું પડે તેમ છે આ બધા નિયમો ખાનગી લોકમેળા માટે આકરા બને તેમ છે કારણ કે જો નિયમોનું પાલન કરે તો ધાર્યેા નફો ન થાય અને છેલ્લ ે તો ખાનગી મેળાના આયોજકોનો નફો જ મુકામ હોય છે. કલેકટર તત્રં દ્રારા ખાનગી મેળાની મંજૂરી માટે કોઈ જગ્યા ટેમ્પરરી નોન એગ્રીકલ્ચર (હંગામી ધોરણે બીન ખેતી) માટેની અરજી આવે તો અત્યાર સુધી કોમર્શિયલ હેતુ એવું દર્શાવીને જે રીતે હંગામી ધોરણે બીન ખેતી કરી દેવાતી હતી તેના બદલે કયા વ્યવસાયિક હેતુ માટે બીન ખેતી કરવાની છે તેવું સ્પષ્ટ્ર કારણ દર્શાવવાની પણ વાત ઉમેરાઈ છે. જો ખાનગી મેળાનું આયોજન દર્શાવવામાં આવે તો એ મુજબનો ટેકસ લાગે સામે ટીકીટના દર પર મનોરંજન કર અને જીએસટી સહિતના પણ કર ચૂકવવા પડે.
ખાનગી મેળા કે આવા જાહેર આયોજન માટે અત્યાર સુધી જગ્યાઓ ફાળવી દેનારા જમીન માલિકો માટે પણ જવાબદારી બની પડે તેમ છે. જો ખાનગી મેળાઓમાં કોઈ ઘટના બને તો મેળાના સંચાલકો સહિતનાઓ સામે પણ તત્રં હરકતમાં આવી શકે તેમ હોવાથી તેમજ અિકાંડની ઘટનામાં સંચાલકો, જમીન માલિકો અને અધિકારીઓ પણ જેલમાં પૂરાયા છે. આ બધુ ધ્યાને લેતાં ખાનગી મેળાના આયોજકોએ પણ પાછા પગ કર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. અત્યાર સુધીમાં પોલીસ કમિશનર કચેરીમાં ખાનગી મેળાના આયોજનની પરવાનગી માટે અરજીઓ આવી નથી. આવી જ રીતે કલેકટર તંત્રમાં પણ હંગામી ધોરણે બીનખેતી માટે કોઈ અરજી આવી ન હોવાનું જાણવા મળી રહ્યું છે. ખાનગી મેળાના આયોજન કરતા એક આયોજકે જણાવ્યું હતું કે, મેળાના આયોજન માટે થોડા વખત પહેલા અરજી કરવા જતાં પોલીસ તત્રં દ્રારા નિયમ મુજબ તમામ ડોકયુમેન્ટ ફાઈલ કરીને આવો પછી જ અરજી સ્વીકારાશે તેવું જણાવી દેવાયું હતું. એસઓપીનું પાલન નિયમ મુજબ ચાલવું ખાનગી લોકમેળાના આયોજન માટે થોડુંક આકરું થઈ પડે અને હવે સમય પણ માત્ર ૧૨ દિવસ જેવો જ બચ્યો છે જેને લઈને રાજકોટમાં કોઈ સ્થળે ખાનગી મેળા યોજાય તેવું શકય નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવકફ બિલના મામલે જેપીસી બેઠકમાં હોબાળો, ૧૦ વિપક્ષી સાંસદ સસ્પેન્ડ
January 24, 2025 03:26 PMSMCની હેટ્રીક: રાજકોટ, આટકોટમાંથી પોણા કરોડનો દારૂ ઝડપાયો
January 24, 2025 03:21 PM26 જાન્યુઆરીએ બનાવો આ 5 ત્રિરંગા વાનગી, ફક્ત બાળકો જ નહીં વડીલો પણ થશે ખુશ
January 24, 2025 03:20 PMરાજકુમારના અનુગામી તરીકે રાજયના મુખ્ય સચિવ બન્યા IAS પંકજ જોશી
January 24, 2025 03:19 PMરાજકોટ કલેકટર તંત્ર કાલે ઉજવાશે રાષ્ટ્રીય મતદાતા દિવસ
January 24, 2025 03:15 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech