મદ્રાસ હાઈકોર્ટની મદુરાઈ બેન્ચે ભલામણ કરી છે કે અન્ય દેશોમાંથી ભારતમાં કચરાની આયાત કરવી અથવા તેની આયાતમાં મદદ કરવી એ રાજદ્રોહથી ઓછું નથી, અને કેન્દ્ર સરકારે દેશમાં કચરાના કાગળને અલગ પાડવા, તેને બાળવાથી રોકવા અને રિસાયકિંલગ માટે તેની ઉપલબ્ધતામાં સુધારો કરવા માટે નીતિ ફરીથી બનાવવાનું વિચારવું જોઈએ.
જસ્ટિસ ડી ભરત ચક્રવર્તીએ કાગળ ઉત્પાદક કંપનીઓ દ્રારા દાખલ કરાયેલી અરજીઓની સુનાવણી દરમિયાન આ અવલોકનો કર્યા હતા, જેમાં કસ્ટમ અધિકારીઓ દ્રારા થુથુકુડી બંદર પર તેમના કચરાના કાગળના શિપમેન્ટને જ કરવાના, દડં લાદવાના અને માલની પુન: નિકાસ કરવાના આદેશોને પડકારવામાં આવ્યો હતો, કારણ કે તેમાં પ્લાસ્ટિક બોટલ, ખાધ કાગળનો કચરો અને વપરાયેલા સોટ ડિં્રક કેન સહિત મ્યુનિસિપલ ઘન કચરો હોવાનું જાણવા મળ્યું હતું.
આદેશોમાં દખલ કરવાનો ઇનકાર કરતા, ન્યાયાધીશે ટિપ્પણી કરી, જો કોઈ વ્યકિત જાણી જોઈને ભારત માતા પર કચરો એકત્ર કરવાનું કાવતં ઘડે છે, આયાત કરે છે અથવા આયાત કરવામાં મદદ કરે છે તો તે પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ, ૧૯૮૫ હેઠળ ગુનો છે, પરંતુ તેના સાર્વભૌમત્વ માટે સીધો પડકાર પણ છે. આનાથી વધુ ગંભીર દેશદ્રોહ કોઈ હોઈ શકે નહીં.
તેમણે વધુમાં કહ્યું, દેશના નાગરિકો તરીકે, ઘન કચરાનું ક્રોત–આધારિત વિભાજન સુનિશ્ચિત કરવું આપણી ફરજ છે, અને આ રિસાયકિંલગ ઉધોગો માટે તમામ કચરાના કાગળ ઉપલબ્ધ છે તેની ખાતરી કરવાની મજબૂત પ્રક્રિયા દ્રારા જ આયાતને દૂર કરી શકાય છે. તેમણે પર્યાવરણ મંત્રાલય, વિદેશી વેપારના મહાનિર્દેશક અને સંબંધિત મંત્રાલયોને નીતિમાં સુધારો કરવા, કચરાના કાગળના વિભાજનની પ્રક્રિયામાં સુધારો કરવા અને રિસાયકિંલગ માટે તેની ઉપલબ્ધતા વધારવા પર વિચાર કરવાની ભલામણ કરી હતી.
તેમણે અરજદારોને ૬૦ દિવસની અંદર માલ ફરીથી નિકાસ કરવામાં આવે તે સુનિશ્ચિત કરવા માટે અનેક નિર્દેશો પણ જારી કર્યા હતા.