રિલીઝના પહેલા શો બાદ પ્રમોશનનો નવો ફંડા
સુપર સ્ટાર પ્રભાસ, દીપિકા પાદુકોણ, અમિતાભ બચ્ચન અને કમલ હાસનની સમગ્ર ભારતમાં ફિલ્મ ‘કલ્કી 2898 એડી’ સિનેમાઘરોમાં ધૂમ મચાવી રહી છે. સોશિયલ મીડિયા પર આ ફિલ્મને લઈને ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે.દેશ-વિદેશના ચાહકો આ ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહિત હતા. હવે બધાની રાહ પૂરી થઈ છે, પ્રભાસની ‘કલ્કી 2898 એડી’ મોટા પડદા પર રિલીઝ થઈ ગઈ છે. પરંતુ રિલીઝ થતાની સાથે જ ફિલ્મના કેટલાક સીન સોશિયલ મીડિયા પર લીક થઈ ગયા છે.પૈન ઈન્ડિયા ફિલ્મ 'કલ્કી 2898 એડી'ના રિલીઝના પહેલા શો બાદ ફિલ્મના સીન લીક થવા લાગ્યા છે.
જો કે ઘણીવાર જ્યારે પણ કોઈ ફિલ્મ રિલીઝ થાય છે, ત્યારે તેના સીન અથવા તો આખી ફિલ્મ લીક થઈ જાય છે. પરંતુ ‘કલ્કી 2898 એડી’ના જે સીન લીક થયા છે તે ફિલ્મનો મુખ્ય ભાગ માનવામાં આવે છે. જે વીડિયો સામે આવ્યો છે તેમાં જોઈ શકાય છે કે પ્રભાસ કોઈ ભારે વસ્તુને હાથ વડે રોકી રહ્યો છે. જ્યારે તેને સામેથી બતાવવામાં આવે છે ત્યારે તેના પર એક પ્રતિમા છે. પરંતુ જેમ-જેમ સીન આગળ વધે છે તેમ તેમ દીપિકા પાદુકોણ જોવા મળે છે.
સીનમાં દીપિકા પાદુકોણ પ્રેગ્નન્ટ દેખાઈ રહી છે
નોંધનીય વાત એ છે કે આ સીનમાં દીપિકા પાદુકોણ પ્રેગ્નન્ટ દેખાઈ રહી છે. તેનો બેબી બમ્પ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. જો કે આ સીન ફિલ્મની સ્ટોરી સાથે કેવી રીતે જોડાયેલો હશે તે તો મુવી જોયા બાદ જ ખબર પડશે. પરંતુ આ જોયા પછી એમ કહેવું ખોટું નહીં હોય કે ‘કલ્કિ 2898 એડી’નો આ સીન ખૂબ જ મહત્વપૂર્ણ હશે. આ સિવાય ઘણા વીડિયો પણ સામે આવ્યા છે.
એક વીડિયોમાં પ્રભાસ સુપરમેન સ્ટાઈલમાં ઉડતો અને દુશ્મનોનો નાશ કરતો જોવા મળે છે. X પર યુઝર્સ આ તસવીરને બ્લોકબસ્ટર ગણાવી રહ્યા છે. ફિલ્મને લઈને લોકો તરફથી સારો પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. એવી અપેક્ષા છે કે ‘કલ્કી 2898 એડી’ તેના શરૂઆતના દિવસે 200 કરોડ રૂપિયા સુધીની કમાણી કરી શકે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાત્રે ઊંઘના બદલે આવ્યા રાખે છે નકામા વિચારો, આ સરળ રીત અપનાવી બેલેન્સ કરો તમારી સ્લીપ સાઇકલ
July 02, 2024 11:41 PMરિલેશનના લેસન : બસ આ 3 પોઈન્ટથી જ મહિલાઓને ખબર પડી જશે કે તમારો પાર્ટનર મેચ્યોર છે કે નહિ
July 02, 2024 11:39 PMઅનંત અને રાધિકા મર્ચન્ટના ભવ્ય લગ્નમાં આ વખતે પણ હોલિવુડ સ્ટાર લગાવશે ડાન્સ ફ્લોર પર આગ
July 02, 2024 11:22 PMભૂલથી પણ ફ્લાઈટમાં ક્યારેય ન લઈ જવું આ ફળ, કે તેનું જ્યુસ, જાણો શું છે નિયમ
July 02, 2024 11:16 PMજાણો PM મોદીએ ગૃહમાં આ કોંગ્રેસ સાંસદોને કેમ પીવડાવ્યું પાણી ?
July 02, 2024 11:14 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech