નવીન કુટીર નીતિ ૨૦૨૪નું વિઝન સ્થાનિક અને આંતરરાષ્ટ્ર્રીય બજારમાં ઉન્નત બજાર હિસ્સા સાથે રાયમાં એક ગતિશીલ અને આત્મનિર્ભર કુટીર ઉધોગ ક્ષેત્રનું નિર્માણ કરવાનું છે. તેમજ રાયની લુ થતી હસ્તકલાઓને જાળવી રાખવાનું છે..
નવીન કુટીર ઉધોગ નીતિ રાજયમાં કુટીર ઉધોગની ઇકો સિસ્ટમને મજબૂત કરીને કુટીર ક્ષેત્રને ટકાઉ બનાવવા અને લુ થતી હસ્તકલાને પુનર્જીિવત કરવા પર ભાર આપશે. સક્ષમ અને અનુકૂળ વાતાવરણ દ્રારા ગુજરાતના હસ્તકલા, ખાદી અને હાથશાળના સાંસ્કૃતિક વારસાને પ્રોત્સાહન મળે અને તેની જાળવણી થાય અને ઉપરાંત ધિરાણ સહાય, માર્કેટ સહાય, ઈન્ફ્રાસ્ટ્રકચર સુવિધાઓનો વિકાસ, કૌશલ્ય વિકાસ, ટેકનોલોજી અપગ્રેડેશન અને ઈનોવેશનની ઉપલબ્ધતા દ્રારા આ ક્ષેત્રમાં તકો વધારવી એ આ નીતિનું મિશન છે.ગુજરાત રાયના કુટીર ઉધોગ વિભાગના માનનીય મંત્રી બલવંતસિંહ રાજપુત અને માનનીય રા.ક. મંત્રી જગદીશભાઈ પંચાલ (વિશ્વકર્મા) ની ઉપસ્થિતિમાં નવી કુટીર અને ગ્રામોધોગ નીતિ ૨૦૨૪ની ગાંધીનગર ખાતેથી જાહેરાત કરાઈ છે.
રાજયમાં સ્વરોજગારીની તકો વધારવા માટે અને નવા નાના ઉધોગો અને વ્યવસાયોને પ્રોત્સાહન આપવા માટે રાય સરકાર વાજપાઈ બેંકેબલ યોજના અંતર્ગત મહત્તમ ધિરાણની રકમ . ૮ લાખ થી વધારીને . ૨૫ લાખ અને સબસિડીની રકમમાં . ૧,૨૫,૦૦૦ થી વધારીને . ૩,૭૫,૦૦૦ કરવામાં આવશે. આવનાર પાંચ વર્ષમાં ૩,૩૦,૦૦૦ જેટલી પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીની તકો ઊભી કરવામાં આવશે.
દત્તોપતં કારીગર વ્યાજ સહાય યોજના અંતર્ગત શ્રી હાથશાળ અને હસ્તકળાના કારીગરો માટે કાર્યકારી મુડી ધિરાણ સ્વપે આપવા માટેની યોજના અંતર્ગત મહત્તમ ધિરાણ રકમ . ૧ લાખથી વધારીને . ૩ લાખ કરવામાં આવશે.
કુટીર અને ગ્રામોધોગ ક્ષેત્ર સાથે સંકળાયેલા લાભાર્થીઓને સાધન સહાય દ્રારા પ્રત્યક્ષપરોક્ષ રોજગારીની તકો પુરી પાડવામાં આવશે. આવનાર પાંચ વર્ષમાં ૧,૨૫,૦૦૦ થી વધુને લાભ આપવાનો લયાંક છે.
દર વર્ષે કૌશલ્ય વિકાસની તાલીમ મારફતે નવા નાના ઉધોગસાહસિકો તૈયાર કરી તેમની સંખ્યા વધારશે. આવનાર પાંચ વર્ષમાં ૬૦,૦૦૦ થી વધુને લાભ આપવાનો લયાંક છેહાથશાળ, હસ્તકલા અને ખાદી ક્ષેત્ર સાથે સંકળાયેલ કારીગરો અને મંડળીઓ મળી કુલ ૪૫,૦૦૦ જેટલા લાભાર્થીઓને આવરી લેવામાં આવશે.
એક જીલ્લો એક ઉત્પાદન યોજના અંતર્ગત જીલ્લાના વિશિષ્ટ્ર ઉત્પાદનોને પ્રોત્સાહન આપી કુલ ૧૦,૦૦૦ જેટલા લાભાર્થીઓનો સમાવેશ કરવાનો લયાંક છે.
પ્રધાનમંત્રીના લોકલ ફોર વોકલના મંત્રને અનુસરીને ગુજરાતનાં સુરત ખાતે . ૨૮૦ કરોડના ખર્ચે ૨.૭૨ લાખ સ્કવેર ફટ વિસ્તારમાં ભવ્ય અને વિશાળ પી. એમ. એકતા મોલ બનાવવાનું કામ શ થઈ ગયેલ છે. જેમાં રાયના ૩૩ જીલ્લાની ઉત્પાદનો માટે, દેશના ૨૮ જીલ્લાઓ અને ૮ કેન્દ્ર શાસિત પ્રદેશો તેમજ સરકારના સાહસો જેવા કે વન વિભાગ, ખાદી અને ગ્રામોધોગ વિગેરે મળીને કુલ ૯૮ શોમ બનાવવામાં આવનાર છે. પી. એમ. એકતા મોલમાં કારીગરો માટે રેહવાની વ્યવસ્થા માટે ડોરમેટરી, ૧ મ કિચનના લેટસ તેમજ કોમર્શિયલ જગ્યા જેવી સુવિધાઓ રહેશે.
અગ્રણી ઈ–કોમર્સ પ્લેટફોમ્ર્સ પર ૭,૦૦૦ જેટલા કારીગરોઉધોગ સાહસિકોને સામેલ કરવા પ્રયત્ન કરશે.આવનાર પાંચ વર્ષમાં ૫૦૦૦ જેટલા કુટીર અને ગ્રામોધોગના નાના ઉધમીઓને વેચાણ પર વળતર સહાય આપીને તેમને સ્પર્ધાત્મક વાતાવરણમાં ટકી રહેવા સહાય પૂરી પાડવામાં આવશે. પ્રોત્સાહનો અને ઇન્સેટિવ સહાય દ્રારા હાથશાળ અને હસ્તકલાના ઉત્પાદનોની નિકાસમાં વધારો કરશે. આ માટે સરકાર આવનાર પાંચ વર્ષમાં ૨,૫૦૦ જેટલા કારીગરોને નિકાસ વધારવા માટે પ્રોત્સાહનો આપી પ્રયત્નો કરશે.
હાથશાળમાં બ્રાન્ડિંગ અને હેન્ડલૂમ માર્ક માટે પ્રોત્સાહન આપવામાં આવશે.બોર્ડનિગમ અને સહકારી સંસ્થાઓ સાથે સંકળાયેલા કારીગરો ખાદી, હાથશાળ અને હસ્તકલાના . ૪૬૦ કરોડની કિંમતના ઉત્પાદનોનું વેચાણ કરે છે. જેને આગામી ૫ વર્ષમાં તબક્કાવાર . ૧૫૦૦ કરોડ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરશે.
આ ક્ષેત્રના સંભવિત હિસ્સેદારોલાભાર્થીઓ માટે કારીગર વસ્તી ગણતરી હાથ ધરશે.કારીગરોને ઉત્પાદનોના બૌદ્ધધિક સંપત્તિ અધિકારોનું રક્ષણ કરવા માટે ભૌગોલિક સંકેત પ્રમાણપત્ર પ્રા કરવામાં સુવિધા પૂરી પાડવામાં આવશે. ભૌગોલિક સંકેત પ્રમાણપત્ર ધરાવતાં હાથશાળ અને હસ્તકલાના ઉત્પાદનોને વિશિષ્ટ્ર ઉત્પાદનો તરીકે પ્રોત્સાહિત કરી વેચાણ કરવા માટે પ્રોત્સાહન આપવામાં આવશે.કારીગરોને માર્કેટિંગ માટે પ્લેટફોર્મ પૂં પાડવા માટે વધુ ને વધુ પ્રદર્શન અને મેળાઓનું આયોજન તથા રાષ્ટ્ર્રીય–આંતરરાષ્ટ્ર્રીય બાયર–સેલર મીટનું આયોજન કરશે.
ટ્રેનર્સને દર વર્ષે રિફ્રેશર અને ઓરિએન્ટેશન તાલીમ આપવામાં આવશે જેથી તેઓ બજારના નવીનતમ વલણો સાથે અપડેટ થાય.
રાષ્ટ્ર્રીય પુરસ્કાર વિજેતાઓ, રાષ્ટ્ર્રીય યોગ્યતા પ્રમાણપત્ર ધારકો અને રાય પુરસ્કાર વિજેતાઓ દ્રારા નવા કારીગરો માટે તાલીમ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. જિલ્લા સ્તરે તથા રાય સ્તરે પુરસ્કારોની સંખ્યા વધારીને કારીગરોની સન્માન પ્રવૃત્તિમાં વધારો કરવો તેમજ એવોર્ડ વિજેતા કારીગરો દ્રારા મેન્ટરશીપ વર્કશોપનું આયોજન કરી અન્ય કારીગરોને માર્ગદર્શન પૂં પાડવું.
૧૧ કારીગરોને ડબલ ઇક્કત પટોળા સાડી, એમ્બ્રોડરી અને જરી જરદોશી, એપ્લીક વર્ક, વુડન વર્ક, મોતીકામ, કમલકારી, ટાઈ એન્ડ ડાય, ખરલ અને મશ જેવી ક્રાટમાં એવોર્ડ આપી સન્માનીત કરવામાં આવ્યા હતા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં મનપા સ્ટેન્ડિંગ કમિટી બેઠક યોજાઈ, 24 લાખથી વધુના વિકાસ કામો મંજૂર
November 28, 2024 01:07 PMજામનગરમાં ખુલ્લા પ્લોટ પર કબજો, લેન્ડ ગ્રેબિંગની નોંધાઈ ફરિયાદ
November 28, 2024 12:45 PMજામનગરના રણજીત સાગર રોડ પર મનપા ટીમે ઝાડ કટીંગની કામગીરી, રોડ ગૌરવ પથ જાહેર થયા બાદ કામગીરી શરૂ
November 28, 2024 12:33 PMશું ક્યારેય વિચાર્યું છે કે હિન્દી ડાબેથી જમણે અને ઉર્દૂ જમણેથી ડાબે કેમ લખાય છે?
November 28, 2024 12:29 PMધ્રોલના હરિપુર નજીક બે કાર વચ્ચેની ટક્કરમાં ત્રણને ઇજા
November 28, 2024 12:24 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech