સામાન્ય રીતે, વ્યકિત ૫૦ વર્ષની ઉંમરે પહોંચે ત્યાં સુધીમાં દ્રષ્ટ્રિ નબળી પડવા લાગે છે પરંતુ આ સામાન્ય નુકશાન નથી. દ્રષ્ટ્રિ અને સાંભળવાની ખામીથી ડિમેંશિયાના જોખમમાં વધારો થાય છે. ખાસ કરીને ૬૫ વર્ષથી વધુ ઉંમરના લોકોમાં નબળી દ્રષ્ટ્રિને કારણે ડિમેંશિયા થવાનું જોખમ ૫૦ ટકા વધી જાય છે. ડિમેન્શિયાના નિવારણ પર કેન્દ્રિત આંતરરાષ્ટ્ર્રીય આયોગ દ્રારા ગત સાહે પ્રકાશિત થયેલા અહેવાલમાં આ બાબતો કહેવામાં આવી હતી. રિપોર્ટમાં ડિમેન્શિયા માટે કુલ ૧૪ કારણો આપવામાં આવ્યા છે, જેમાં દ્રષ્ટ્રિની ક્ષતિ પણ સામેલ છે.
જો નબળી દ્રષ્ટ્રિની સમસ્યાને ઠીક કરવામાં આવે તો આ જોખમ ઘણું ઓછું થઈ જાય છે. અન્ય જોખમી પરિબળોમાં ધૂમ્રપાન, ડાયાબિટીસ, સામાજિક રીતે અલગ રહેવું અને હાઈ બ્લડ પ્રેશરનો સમાવેશ થાય છે. સાંભળવાની ક્ષમતા ગુમાવવાથી ડિમેન્શિયાનું જોખમ પણ વધે છે.
સંવેદનાની ખોટ ધરાવતા લોકો, એટલે કે જેમની જોવા અને સાંભળવાની ક્ષમતા ઓછી થઈ ગઈ છે, તેમના મગજની સમજવાની ક્ષમતા ઓછી થઈ ગઈ છે. આ રીતે મગજને દ્રષ્ટ્રિ અને શ્રવણ દ્રારા જોઈએ તેટલી માહિતી મળતી નથી. યુનિવર્સિટી કોલેજ લંડનના મનોચિકિત્સાના પ્રોફેસર ડો.ગિલ લિવિંગસ્ટને જણાવ્યું હતું કે, યારે તેનો ઉપયોગ ન કરવામાં આવે ત્યારે મગજની પેશીઓ મરી જાય છે. તેથી, જો તેમનામાં ઓછી ઉત્તેજના હોય તો વધુ ક્ષીણ થાય છે.
વાસ્તવમાં આપણા મગજમાં અલગ અલગ કમ્પાર્ટમેન્ટ બને છે. યારે આપણે કંઈક સાંભળીએ છીએ, ત્યારે એક ભાગ તેને સંસાધિત કરી આપણને તે માહિતી સમજવામાં મદદ કરે છે. આ ક્ષેત્ર મગજના તે ભાગની સૌથી વધુ નજીક છે જે અલ્ઝાઈમરના રોગથી સૌથી વધુ અસરગ્રસ્ત હોય છે. તેનાથી જાણવા મળે છે કે, તેમાં સંબધં હોય શકે છે. આ રીતે કોઈ વસ્તુને યારે આપણે જોઈએ છીએ ત્યારે આપણી દ્રષ્ટ્રિ ઝડપથી તેને મગજના બીજા ભાગમાં મોકલે છે, પરંતુ આપણે તે માહિતીનો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ તેનાથી ઘણા વિવિધ ક્ષેત્રોને સક્રિય કરે છે.
એકલતા જોખમી
જે લોકોની જોવાની અને સાંભળવાની ક્ષમતા ઓછી હોય છે તે ઘણીવાર અલગ પડી જાય છે અને સામાજિક પથી ઓછા સક્રિય હોય છે. આ વાતના પુરાવા છે કે, એકલતા વ્યકિતના મગજમાં ઐંડો ફેરફાર કરી શકે છે અને તે ડિમેંશિયાના માટે જાણીતું જોખમી પરિબળ છે. મોન્ટ્રીયલની કોનકોર્ડિયા યુનિવર્સિટીમાં મનોવિજ્ઞાનના પ્રોફેસર નતાલી ફિલિપ્સ કહે છે કે, ધ્ષ્ટ્રિની ક્ષતિ તમને પાર્ટીમાં જવાથી રોકે છે. ત્યાંજ સાંભળવાની ક્ષમતા ગુમાવવાનો અર્થ એ છે કે, તમે પાર્ટીમાં જાઓ છો અને કોઈની સાથે વાત કરશો નહીં
નિવારણ માટે શું કરવું?
ડો. લી સલાહ આપે છે કે, તમારી દ્રષ્ટ્રિનું મૂલ્યાંકન કરવા માટે તમે કોઈ સારા ડોકટર પાસે તમારી આંખોની તપાસ કરાવો. તે વર્ષમાં ઓછામાં ઓછા એક વખત આંખની તપાસ કરવાની ભલામણ કરે છે. ડો. લી સલાહ આપે છે કે, જો તમે ઇચ્છો, તો તમે ઘરે બેઠા પણ તમારી શ્રવણશકિતની તપાસ કરાવી શકો છો. મીમી જેવી ફ્રી શ્રવણ પરીક્ષણ એપ્લિકેશન્સ, ચોક્કસ પરિણામો પ્રદાન કરે છે. ડો. ફિલિપ્સ કહે છે કે, આ વિકૃતિઓથી છુટકારો મેળવવાથી માત્ર ડિમેંશિયાનું જોખમ ઘટશે નહીં, પરંતુ તમારા રોજિંદા જીવનમાં પણ સુધારો થશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસોનાના ભાવમાં મોટો ઘટાડો, 1300 રૂપિયાથી વધુનો ઘટાડો, ચાંદીના ભાવ પણ તૂટ્યા
April 04, 2025 10:44 PMટ્રમ્પના ટેરિફની અસર, અમેરિકી શેરબજારમાં સતત બીજા દિવસે ઘટાડો, ડાઉ જોન્સમાં 1450 પોઇન્ટનો ઘટાડો
April 04, 2025 10:42 PMઓસ્ટ્રેલિયામાં લોકોની મહેનતની કમાણી પર હેકર્સની નજર, પેન્શન ફંડના 20 હજારથી વધુ ખાતા હેક
April 04, 2025 10:41 PMસુરતમાં જૈન મુનિ શાંતિસાગર દુષ્કર્મ કેસમાં દોષિત જાહેર, આવતીકાલે સજા
April 04, 2025 09:19 PMવડોદરા હિટ એન્ડ રન ઘટસ્ફોટ: રક્ષિત ચૌરસિયાએ ગાંજો પીને સર્જ્યો હતો અકસ્માત
April 04, 2025 09:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech