રાજકોટના બેડી માર્કેટ યાર્ડમાં ટ્રાન્સપોર્ટ હડતાલની અસર વર્તાઇ છે, વિવિધ જણસીઓની આવકમાં ૫૦ ટકાનો ઘટાડો નોંધાયો છે તેમ યાર્ડના વેપારી વર્તુળોએ જણાવ્યું હતું. ટ્રાન્સપોર્ટ હડતાલને કારણે આજે યાર્ડમાં મગફળી અને કપાસની આવકો બધં કરાઇ હતી, આવક થયા બાદ વેપારીઓને નિકાસ માટે વાહનો ઉપલબ્ધ થતા ન હોય આવો નિર્ણય કરવામાં આવ્યો હતો.
વિશેષમાં રાજકોટ માર્કેટ યાર્ડના વેપારી વર્તુળોએ ઉમેયુ હતું કે ટ્રક હડતાલને કારણે ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા ખેડૂતોને વાહનો મળતા નથી જેના લીધે મગફળી, કપાસ અને સૂકા મરચા સહિતની જણસીઓની આવકમાં ભારે ઘટાડો નોંધાયો છે. ટ્રક સહિતના મોટા વાહનો મળતા નથી જેના લીધે આઇશર, છકડો રીક્ષા વિગેરે જે વાહનો ઉપલબ્ધ થાય તેમાં ખેડૂતો જણસીઓ લાવી રહ્યા છે પરંતુ આવકોમાં દિન પ્રતિદિન ઘટાડો થવા લાગ્યો છે. ખેડૂતો કદાચ કોઇ પણ વાહનોમાં યાર્ડ સુધી જણસીઓ લાવે તો પણ હડતાલની અસરને કારણે વેપારીઓ અને નિકાસકારોને એક શહેરથી બીજા શહેર કે અન્ય રાય સુધી માલ મોકલવામાં મુશ્કેલી થઇ રહી હોય તેની અસર લેવાલી ઉપર પણ જોવા મળી રહી છે.
સૌરાષ્ટ્ર્રના મોટાભાગના માર્કેટ યાર્ડમાં અસર
સૌરાષ્ટ્ર્ર એપીએમસી વેપારી એસોસિએશન અને રાજકોટ માર્કેટ યાર્ડ કમિશન એજન્ટસ એસોસિએશનના પ્રમુખ અતુલભાઇ કમાણીએ જણાવ્યું હતું કે ફકત રાજકોટ માર્કેટ યાર્ડ જ નહીં પરંતુ સૌરાષ્ટ્ર્રના મોટા ભાગના માર્કેટ યાર્ડમાં ટ્રાન્સપોર્ટ હડતાલની અસર જોવા મળી છે અને તેના લીધે આવકો ઘટી ગઇ છે. જો કે તમામ ટ્રાન્સપોર્ટર હડતાલમાં જોડાયા ન હોય કારોબાર સાવ બધં થયો નથી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધરપકડ વોરંટ બાદ નેતન્યાહુને વધુ એક મોટો ફટકો, હમાસે ગાઝામાં 15 ઈઝરાયલી સૈનિકોને માર્યા
November 22, 2024 05:50 PMઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech