લાંબા સમયથી રાજકીય વગને કારણે એક જ વોર્ડમાં ચીપકી રહેલા કર્મચારીઓ સહિત કુલ 33 કર્મચારીઓની બદલી
જામનગર મહાપાલિકામાં સફાઇ કામદાર તરીકે કામ કરતા કર્મચારીને નોકરીમાં સરળતા રાખવા માટે ા.22500ની લાંચ લેતા વોર્ડ નં.9ના સેેનેટરી ઇન્સ્પેકટર પકડાયા બાદ મ્યુ.કમિશ્નરે ડંડો ઉગામીને તમામ 16 વોર્ડના એસએસઆઇની બદલી કરી નાખી છે, લગભગ 33 જેટલા કર્મચારીઓની પણ અરસપરસ બદલી કરીને સોલીડ વેસ્ટનું માળખુ સા રાખવા પ્રયત્નો કયર્િ છે. કેટલાક એસએસઆઇ રાજકીય વગને કારણે લાંબા સમય સુધી એક જ વોર્ડમાં ચીપકીને સર્વિસ કરતા હતાં તેની પણ બદલી કરી નાખવામાં આવી છે.
કર્મચારીની બદલીમાં રાજેશ વાઘેલાને વોર્ડ નં.2, ચીરાગ વોર્ડ નં.2-એ, રાહુલ રાઠોડ વોર્ડ નં.3, ચીરાગ દાફડા વોર્ડ નં.3-એ, ભરત વાઘેલા વોર્ડ નં.4, મહેન્દ્રસિંહ જાડેજા વોર્ડ નં.4-એ, ભીમશી ગોજીયા વોર્ડ નં.1, પ્રવિણ ચાવડા વોર્ડ નં.1-એ, ગીરીશ સબાડ વોર્ડ નં.6, કેતન નારોરા વોર્ડ નં.6-એ, શૈલેષ રાઠોડ વોર્ડ નં.7, રાજેશ માધવાચાર્ય વોર્ડ નં.7-એ, દેવેન્દ્ર ચૌહાણ વોર્ડ નં.8, ગોપાલ સરધારા વોર્ડ નં.8-એ, મીલન નારોલા વોર્ડ નં.5, મીત કનખરા વોર્ડ નં.5-એમાં બદલવામાં આવ્યા છે.
આ ઉપરાંત ખોડીદાસ મકવાણા વોર્ડ નં.10, મયુર દુદાણી વોર્ડ નં.10-એ, જયદીપસિંહ જાડેજા વોર્ડ નં.11, નિલેશ પરમાર વોર્ડ નં.11-એ, વિશાલ કણજારીયા વોર્ડ નં.12, યુવરાજસિંહ સોઢા વોર્ડ નં.12-એ, બળવંત ચૌહાણ વોર્ડ નં.9, રાજુ પારીચા વોર્ડ નં.9-એ, વિશાલ વાઘેલા વોર્ડ નં.14, દિપક પરમાર વોર્ડ નં.14-એ, બીપીન ચાવડા વોર્ડ નં.15, કપીલ પીઠડીયા વોર્ડ નં.15-એ, જતીન ચાંદ્રા વોર્ડ નં.15-બી, જગદીશ ગોહિલ વોર્ડ નં.16, વીજય બાબરીયા વોર્ડ નં.16-એ, પિયુષ ખંડવી વોર્ડ નં.13 અને ચીરાગ સોલંકી વોર્ડ નં.13-એમાં મુકી દેવામાં આવ્યા છે.
આમ સોલીડ વેસ્ટમાંથી પણ કચરો સાફ કરવા મ્યુ.કમિશ્નરે કડક હાથે કામ લીધું છે, જો કે આ બદલીઓ થયા બાદ પોતાના લાગતા વળગતાઓને પાછા ફરીથી વોર્ડમાં મુકવા કેટલાક નગરસેવકો દ્વારા ભલામણ કરવામાં આવી રહી છે, પરંતુ હાલ તો બદલી થયેલા તમામને નવો ચાર્જ સંભાળી લેવા જણાવી દેવામાં આવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપોલીસ ભરતીમાં બોગસ ઉમેદવારનો પર્દાફાશ: મહેસાણામાં બનાવટી કોલલેટર સાથે યુવક ઝડપાયો
January 23, 2025 09:10 PMરાજકોટના જાહેર ટ્રસ્ટોની નોંધણી કચેરી દ્વારા અરજી બે દિવસીય નિકાલ ઝુંબેશ સફળ
January 23, 2025 07:23 PMગુજરાતમાં આ વર્ષે આટલા લાખ વિદ્યાર્થીઓ આપશે બોર્ડની પરીક્ષા...આંકડા જાહેર
January 23, 2025 07:21 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech