મસ્ક અને ઈટાલીના વડાપ્રધાન યોર્જિયા મેલોની વચ્ચે ઇલુ ઇલુ ?

  • September 26, 2024 12:44 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


વિશ્વના સૌથી ધનિક વ્યકિત ઈલોન મસ્ક અને ઈટાલીના વડાપ્રધાન યોર્જિયા મેલોનીની કેટલીક તસવીરો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ તસવીરોમાં મસ્ક અને યોર્જિયા મેલોની સાથે જોવા મળી રહ્યાં છે. યારથી આ તસવીર વાયરલ થઈ છે ત્યારથી દુનિયાભરમાં એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે બંને લોકો એકબીજાને ડેટ કરી રહ્યાં છે.
તસવીરોમાં, એલન મસ્ક અને યોર્જિયા મેલોની બંને એક ટેબલ પર બેઠા છે અને એકબીજાને જોઈ રહ્યાં છે. સોશિયલ મીડિયા પર આ તસવીરો વાયરલ થતાં જ અટકળોનું બજાર ગરમ થઈ ગયું હતું. લોકો વિચારવા લાગ્યા કે બંને એકબીજાને ડેટ કરી રહ્યાં છે.
ડેટિંગની વાતો વધુ પડતી વાઈરલ થતા આખરે ઈલોન મસ્કે આ તસવીરો અને ડેટિંગ અંગે જવાબ આપ્યો. મસ્કે કહ્યું કે અમે બંને ડેટિંગ નથી કરી રહ્યા. વાસ્તવમાં, આ તસવીરો મંગળવારે ન્યૂયોર્કમાં એક એવોર્ડ સમારોહની છે. યાં બંને પહોંચ્યાં હતા.
ઈલોન મસ્કે એવોર્ડ સમારંભમાં મેલોનીના ભરપૂર વખાણ કર્યા હતા. મસ્કે કહ્યું કે મેલોની બહારથી છે તેના કરતાં હૃદયથી વધુ સુંદર છે. આ સિવાય તેણે મેલોનીને એક સાચી, પ્રામાણિક અને વિશ્વાસપાત્ર વ્યકિત ગણાવી હતી. આગળ મસ્કે કહ્યું કે મેલોનીએ પીએમ તરીકે સાં કામ કયુ છે. તેણે કહ્યું કે હત્પં હંમેશાથી તેનો ફેન રહ્યો છું. મેલોની પ્રામાણિક છે જે હંમેશા નેતાઓ વિશે કહી શકાતી નથી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application