કોલકાતામાં નિર્માણાધીન ગેરકાયદે ઇમારત ધસી પડી: ૯ મોત, ૧૭ ઘાયલ

  • March 19, 2024 12:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કોલકાતાના ગાર્ડન રીચ વિસ્તારમાં ચાલી રહેલુ ગેરકાયદે બાંધકામ ધરાશાયી થતાં નવ લોકોના મોત થયા હતા અને ૧૭ લોકો ઘાયલ થયા હતા. આ પછી આ મુદ્દે રાજકીય ચર્ચા શ થઈ અને વિપક્ષે તૃણમૂલ કોંગ્રેસ સરકાર પર ભ્રષ્ટ્રાચારનો આરોપ લગાવ્યો. બિલ્ડિંગ ધરાશાયી થયાના લગભગ ૧૮ કલાક પછી પણ ઘણા લોકો કાટમાળ નીચે ફસાયેલા હોવાની આશંકાના પગલે બચાવ કાર્ય ચાલી રહ્યું છે. મૃતકોમાં બે મહિલાઓનો પણ સમાવેશ થાય છે.

પશ્ચિમ બંગાળમાં વિપક્ષના નેતા, સુભેન્દુ અધિકારીએ આક્ષેપ કર્યેા હતો કે ગાર્ડન રીચના ગીચ વસ્તીવાળા અઝહર મુલ્લા લેન વિસ્તારમાં એક જળાશયને ભરીને તેના પર બનાવવામાં આવી રહેલી પાંચ માળની ઇમારત નજીકની ઝૂંપડપટ્ટી પર તૂટી પડી હતી. તેમણે એવો પણ દાવો કર્યેા હતો કે આ વિસ્તારમાં ઓછામાં ઓછી ૮૦૦ આવી અનધિકૃત ઈમારતો છે.

સેન્ટ્રલ પબ્લિક વકર્સ ડિપાર્ટમેન્ટ જેવી સંસ્થા દ્રારા રાયના શહેરી વિસ્તારોમાં બાંધકામોનું કોર્ટ દ્રારા દેખરેખ હેઠળના ઓડિટની માંગ કરતાં અધિકારીએ જણાવ્યું હતું કે કોલકાતા મ્યુનિસિપલ કોર્પેારેશન તેના ૧૪૧ વોર્ડમાં અધિકૃત અને અનધિકૃત બાંધકામોનું એક મહિનાની અંદર ઓડિટ કરશે. તેમણે જાહેરાત કરી કે હત્પં આવા બાંધકામોની વિગતો મેળવવા અને વિગતો જાહેર પ્લેટફોર્મ પર લાવવા માટે કોલકાતા મ્યુનિસિપલ કોર્પેારેશન સેક્રેટરી પાસે આરટીઆઈ પણ ફાઇલ કરીશ. બિલ્ડિંગના પ્રમોટર મોહમ્મદ વસીમની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું હતું કે આરોપીઓ સામે ભારતીય દડં સંહિતા હેઠળ હત્યા, હત્યાનો પ્રયાસ અને ગુનાહિત બેદરકારી સંબંધિત કલમો હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો


રાજયપાલ ઘાયલોને મળ્યા
મેયરના દાવાને નકારી કાઢતા ભટ્ટાચાર્યએ કહ્યું કે રાયમાં જો કંઈપણ ખરાબ થાય છે, તો તૃણમૂલ અગાઉની ડાબેરી સરકારને દોષી ઠેરવીને માફ કરે છે. બંગાળના ગવર્નર સીવી આનદં બોઝે પણ અકસ્માત સ્થળની મુલાકાત લીધી હતી અને સ્થાનિક લોકો, બચાવ કાર્યકરો અને ત્યાં તૈનાત પોલીસ કર્મચારીઓ સાથે વાત કરી હતી. બાદમાં તેઓ હોસ્પિટલ ગયા અને ઘાયલોને મળ્યા. બોસે પત્રકારોને જણાવ્યું હતું કે નિર્દેાષ લોકો કોઈપણ ભૂલ વિના મૃત્યુ પામે છે

વળતરની પણ જાહેરાત
દરમિયાન, મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ શહેરમાં ઘટના સ્થળની મુલાકાત લીધી હતી અને સ્થાનિક રહેવાસીઓને ગેરકાયદેસર બાંધકામ સામે કડક કાર્યવાહીની ખાતરી આપી હતી. તેમણે મૃતકોના પરિવારજનોને ૫–૫ લાખ રૂપિયા અને ઘાયલોને ૧–૧ લાખ રૂપિયાનું વળતર આપવાની પણ જાહેરાત કરી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application