ઝાખરમાં પેટ્રોલ-ડીઝલનું ગેરકાયદે કારસ્તાન: ૩૦.૪૭ લાખનો મુદામાલ કબ્જે

  • November 04, 2023 10:40 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ટેન્કરમાંથી ઇંધણ બારોબાર કાઢી લેતા બે શખ્સોને પાડતી પડાણા પોલીસ : પેટ્રોલ-ડીઝલ ભરેલા, કેરબા, કેન જપ્ત

જામનગર-ખંભાળીયા હાઇવે ઝાખર ગામ પાસે હોટલની પાછળના વિસ્તારમાં ટેન્કરોમાંથી પેટ્રોલ-ડીઝલ કાઢીને કેરબા ભરી વેચાણ કરવાનું કારસ્તાન ચાલી રહયું છે એવી બાતમીના આધારે પડાણા પોલીસે દરોડો પાડી બે શખ્સને દબોચી લઇ કુલ ૩૦.૪૭ લાખનો મુદામાલ કબ્જે કરી તપાસ આગળ ધપાવવામાં આવતા ચકચાર મચી જવા પામી છે.
જાણવા મળતી વિગત મુજબ લાલપુર તાલુકાના ઝાખર ગામ પચાસે આવેલ કંપનીના ગેઇટની સામે હોટલની પાછળના પાર્કિંગમાં ટેન્કરમાંથી ગેરકાયદે ઇંધણ કાઢવામાં આવી રહયું છે જેના આધારે મેઘપર પડાણા પોલીસ ત્રાટકી હતી, મુળ ઉત્તર પ્રદેશના જોનપુર જીલ્લાના મરીયાહુ તાલુકાના કુંભ ગામના સુનિલકુમાર સમરનાથ યાદવ (ઉ.વ.૨૯) નામના ડ્રાઇવર અને ઝાખર ગામ વાડી પાસે રહેતા ભગીરથસિંહ મહિપતસિંહ જાડેજા (ઉ.વ.૨૫) આ બંનેને ઝડપી લીધા હતા.
આરોપીઓએ આગ અથવા સળગી ઉઠે એવી રીતે જાહેરમાં ટેન્કરમાંથી ગેરકાયદે રીતે પેટ્રોલ-ડીઝલ કાઢી વેચાણ કરવા માટે કૃત્ય કરી એકબીજાને મદદગારી કરી હતી, પોલીસે પેટ્રોલ ભરેલા ૪ કેરબા અને ડીઝલ ભરેલું એક કેન તથા ઇંધણ ભરેલ ટેન્કર, બે મોબાઇલ મળી કુલ ૩૦.૪૭.૯૯૫નો મુદામાલ કબ્જે કર્યો હતો.
સુનિલકુમાર અને ભગીરથસિંહની વિરુઘ્ધ મેઘપર પોલીસમાં આઇપીસી કલમ ૨૮૫ અને ૧૧૪ મુજબ ફરીયાદ દાખલ કરવામાં આવી હતી, ગ્રામ્ય ડીવાયએસપી વાઘેલાની સુચના હેઠળ મેઘપર પીએસઆઇ બી.બી. કોડીયાતર, ભગીરથસિંહ જાડેજા, જશપાલસિંહ જેઠવા, બ્રિજરાજસિંહ જાડેજા, જયદેવસિંહ જાડેજા, યુવરાજસિંહ વિગેરે દ્વારા કામગીરી કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application