જેતપુરમાં સ્વામિનારાયણ મંદિરની જગ્યા પર ગેરકાયદે કબજો: મહિલા સામે ફરિયાદ

  • July 25, 2023 01:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જેતપુરમાં સ્વામિનારાયણ મંદિરની જગ્યા પર ગેરકાયદેસર કબ્જો કરવા બદલ મંદિરના ટ્રસ્ટીની ફરિયાદ પરથી કબ્જેદાર મહિલા સામે જેતપુર સીટી પોલીસ સ્ટેશનમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરીયાદ નોંધાઇ હતી. પોલીસે આરોપી મહિલાની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી હતી.


જેતપુરમાં આવેલ શ્રીજી ગાદીસ્થાન સ્વામિનારાયણ મંદિરના ટ્રસ્ટી બળવંતભાઈ ધામીએ સીટી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ ફરીયાદ મુજબ, મંદિરના અન્ય ટ્રસ્ટી વિનોદરાય કાપડીયાને મંદિરના મહંત શ્રી નિલકંઠ ચરણદાસજી સ્વામીજીએ જાણ કરેલ કે મંદિરની વોરાવાડ વિસ્તારમાં ધોરાજી ગેટ પાસે શ્રી સ્વામીનારાયણ મંદિર પાસે સીટી સર્વે સીટ ન.૪૬ ના સર્વે નંબર ૪૧૯૦ જમીન અને તેના ઉપર મકાન આવેલ છે. આ મકાન જે તે વખતે સ્વામીનારાયણ મંદીરમાં સેવા પુજાનું કામ કરતા પરશોતમભાઇ શેખને રહેવા માટે કોઇ સગવડ ના હોવાથી મંદીર તરફથી તેમને રહેવા માટે આપેલ હતી. અને ત્યારબાદ આ મકાનની આ પરસોતમભાઇને કોઇ જરૂરીયાત ન હોય જેથી તેઓએ સ્વખુશીથી પોતાની સ્વેચ્છાએ આ મકાન વર્ષ ૨૦૧૫માં  મંદીરને પરત આપી દિધેલ હોય ત્યારથી આ મકાન સ્વામીનારાયણ મંદીર તરફથી કબ્જો સંભાળી લીધેલ હતો. અને આ મિલ્કતનો કબ્જો મંદીરને સોંપ્યા અંગે પરસોતમભાઇએ તત્કાલીન સમયે ગઇ નિલકંઠ ચરણદાસજી સ્વામીજીને આ મિલ્કત ખાલી કરીને કબ્જો સોંપી આપેલ તે અંગેનો નોટરી કરાર પણ કરી આપેલ હતો. ત્યારબાદ તેઓ આ મકાન ખાલી કરી જતા રહેલ હતા. ત્યારથી આ મકાન ખાલી પડેલ હતું પરંતુ મંદીરના ટ્રસ્ટની જાણ બહાર આ પરષોતમભાઇ શેખના પુત્રવધુ હિનાબેન ઘનશ્યામભાઇ શેખ આ ખાલી પડેલ મંદિરના મકાનમાં ગેરકાયદેસર કબ્જો કરીને રહેવા લાગેલ હતા.
​​​​​​​
અરજી કર્યા મંદિરના ટ્રસ્ટી વિનોદરાય કાપડિયા પોતાના અંગતકારણસર વડોદરા હોવાથી નીલકંઠ ચરણદાસજીએ બળવંત ધામીને ફરીયાદ દાખલ કરવાનું કહેતા તેઓએ હીનાબેન શેખ સામે શ્રી સ્વામિનારાયણ મંદિરની મિલકત ગેરકાયદેસર કબ્જો કરવા અંગે સીટી પોલીસ સ્ટેશનમાં લેન્ડ ગ્રેબિંગ હેઠળ ફરીયાદ નોંધાવી હતી. પોલીસે બળવંતભાઈની ફરીયાદ પરથી હીનાબેન સામે લેન્ડ ગ્રેબિંગની ફરીયાદ નોંધી તેણીની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા હતાં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application