ચોમાસાના અંત સાથે ભારતની સુંદરતા માણવાની સોનેરી તક આવી છે. ઘણા લોકો વરસાદના દિવસોમાં મુસાફરી કરવાનું ટાળે છે. હવે ઉનાળાના ભેજ અને ભારે વરસાદથી રાહત મળી છે. તેથી જો તમે પણ આ દિવસોમાં તમારા જીવનસાથી સાથે પ્રકૃતિની સુંદરતા જોવાનું વિચારી રહ્યા છો, તો તમે ભારતના કેટલાક રોમેન્ટિક સ્થળોએ ફરવા જઈ શકો છો. આ જગ્યાઓ તમને રોમાંચ અને શાંતિ બંનેનો અનુભવ કરાવશે. જો લીલીછમ ખીણોમાં લટાર મારવાનું, ધોધના અવાજમાં ખોવાઈ જવું કે સુંદર સરોવરોના કિનારે બેસીને અસ્ત થતા સૂર્યને જોવાનું ગમે છે, તો તમે આવા બધા શોખ આ સ્થળોએ પૂરા કરી શકો છો.
1) મનાલી, હિમાચલ પ્રદેશ
હિમાચલ પ્રદેશમાં આવેલ મનાલી પ્રકૃતિ પ્રેમીઓ અને સાહસ પ્રેમીઓ માટે સ્વર્ગ છે. ગાઢ પાઈન જંગલો, બરફથી ઢંકાયેલા પર્વતો અને શાંત ખીણો મનાલીને એક અનોખું આકર્ષણ આપે છે. ભલે સાહસની શોધમાં હોવ અથવા તમારા જીવનસાથી સાથે શાંતિ અને શાંત પળો પસાર કરવા માંગતા હોવ ત્યારે તમને મનાલીમાં બધું જ મળશે.
2) જેસલમેર, રાજસ્થાન
જેસલમેર તેના સોનેરી રેતીના ટેકરા અને પીળા પથ્થરોથી બનેલી ઇમારતો સાથે તેને ભારતનું સુવર્ણ શહેર કહેવામાં આવે છે. થાર રણમાં આવેલું આ શહેર તેની સમૃદ્ધ સંસ્કૃતિ અને ઇતિહાસ માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. અહીં ઊંટની સવારીનો આનંદ માણી શકો છો, ભવ્ય કિલ્લાઓની મુલાકાત લઈ શકો છો અને સ્થાનિક લોકોના જીવનને નજીકથી જોઈ શકો છો. જેસલમેર તમારા જીવનસાથી સાથે આરામની ક્ષણો પસાર કરવા માટે એક યોગ્ય સ્થળ છે.
3) મુન્નાર, કેરળ
મુન્નાર કેરળનું એક સુંદર અને શાંતિપૂર્ણ હિલ સ્ટેશન છે. અહીંના લીલાછમ ચાના બગીચા અને વાદળી આકાશની સુંદરતા તમને મંત્રમુગ્ધ કરી દેશે. આ સ્થાન પર તમે તમારા પાર્ટનર સાથે રોમેન્ટિક પળો વિતાવી શકો છો. અહીં ખીણો, ધોધ, જંગલી પ્રાણીઓ, પર્વતો, નદીઓ, ડેમ, મસાલાના વાવેતર, કોફી અને ચાના બગીચા જોઈ શકો છો. પ્રકૃતિ પ્રેમીઓ માટે અહીંની સફર ઘણી યાદગાર સાબિત થઈ શકે છે.
4) અલેપ્પી, કેરળ
જો તમે પ્રકૃતિ પ્રેમી છો તો તમને આ જગ્યા ખૂબ જ ગમશે. આ સ્થળ સુંદર કુદરતી વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિથી ઘેરાયેલું છે. અલેપ્પીની કુદરતી હરિયાળી અને બેકવોટર તમને મંત્રમુગ્ધ કરશે. આ જ કારણ છે કે દર વર્ષે અહીં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. અહીં દરિયાઈ જીવન અને પ્રવાસી પક્ષીઓ જોવાનો આનંદ પણ લઈ શકો છો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપરોઢીયે ઝાકળ વચ્ચે જામનગરમાં તાપમાન ૩૩.૫
February 24, 2025 05:41 PMજામનગર ડિસ્ટ્રિક્ટ બેંક ડિરેક્ટર દ્વારા અકસ્માતે મૃત્યુ પામેલા સભાસદના પરિવારને રૂ. ૫ લાખનો ચેક
February 24, 2025 05:28 PMજામનગરમાં આર.આર.આર સેન્ટરમાં અત્યાર સુધીમાં ૪૧૬ નાગરિકો અલગ અલગ ચીજવસ્તુઓ મૂકી ગયા
February 24, 2025 05:16 PMઆવા અનોખા લગ્ન વિશે ક્યારેય ન તો ક્યાંય સાંભળ્યું હશે કે ન તો જોયું હશે!
February 24, 2025 05:00 PMસિનેમા હોલમાં અનલિમિટેડ પોપકોર્નની ઓફર, લોકોએ ડ્રમ અને તપેલા લઈ લગાવી લાંબી લાઇન!
February 24, 2025 04:54 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech